અલ્લુ અર્જુન ‘ઈન્ડિયન ઑફ ધ યર’થી સન્માનિત, કહ્યું- ‘ભારતીય સિનેમા, ભારત કભી ઝુકેગા નહીં..’
એક્ટર અલ્લુ અર્જુન સિનેજગતમાં ધમાકેદાર ધૂમ મચાવી રહ્યો છે, તો બીજી તરફ તેના ખાતામાં અનેક સન્માનો પણ જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા અલ્લુ અર્જુનને ન્યૂયોર્કમાં એન્યુઅલ ઈન્ડિયન ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે હવે ‘પુષ્પા’ ફેમ અભિનેતાને ‘ઈન્ડિયન ઑફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અલ્લુ અર્જુનને ‘ઈન્ડિયન ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો
તાજેતરમાં જ દિલ્હીમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલ્લુ અર્જુનને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ‘ઈન્ડિયન ઑફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં અલ્લુ અર્જુન બ્લેક કપડામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. અલ્લુ અર્જુનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સન્માન જીત્યા બાદ અલ્લુએ કહ્યું, “હું 20 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મને સાઉથમાં ઘણા એવોર્ડ મળ્યા છે, આ પહેલીવાર છે જ્યારે મને નોર્થ તરફથી કોઈ એવોર્ડ મળ્યો છે, તેથી તે મારા માટે ખૂબ જ ખાસ છે.
ભારત ક્યારેય ઝૂકશે નહીં…
એટલું જ નહીં આ સાથે અલ્લુ અર્જુને ‘પુષ્પા’ના સુપરહિટ ડાયલોગ ‘પુષ્પા… પુષ્પરાજ, મેં ઝુકેગા નહીં સાલા’ને નવો વળાંક આપતા કહ્યું કે, ‘ભારતીય સિનેમા… ભારત કભી ઝુકેગા નહીં… ‘ અલ્લુનો આ સ્વેગ ઈવેન્ટમાં હાજર લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. અલ્લુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ફેન્સની સાથે-સાથે સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
‘પુષ્પા ધ રૂલ’ની રાહ જોઈ રહી છે
નોંધનીય છે કે ગયા વર્ષે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા – ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી જેને માત્ર ક્રિટિક્સ દ્વારા જ નહીં પરંતુ દર્શકો દ્વારા પણ પસંદ કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ ફિલ્મે થિયેટરોમાં ઘણી કમાણી કરી હતી. એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયા પછી, ફિલ્મને વધુ મજબૂત માઉથ પબ્લિસિટી મળી. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયા બાદ હવે દર્શકો ફિલ્મ પુષ્પા ધ રૂલના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અલ્લુની સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફૈસિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો : અજયની ફિલ્મ ‘Thank God’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી