અમદાવાદગુજરાત

દિવાળી પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી ભેટ, ગ્રેડ પેમાં કરાયો વધારો

Text To Speech

ગુજરાતમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે એક બાદ એક કર્મચારીઓને વધુ પગારનો લાભ તેમજ બોનસ આપતા સરકારી ક્મચારીઓમાં ખુશી છવાઈ છે. ત્યારે ગતરોજને બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ-પે આપ્યો છે. રાજ્ય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી

જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી

પગારમાં વધારો કરાતા તે અંગેની માહિતી શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, છઠ્ઠા પગાર પંચ મુજબ 9300 થી 34,800 સુધીના 4200ના ગ્રેડ-પેને મંજૂર અપાઈ છે. જેનો સીધો લાભ નગરપાલિકા સંચાલિત શાળાના 11 હજાર શિક્ષકોને મળશે. તેમજ અગાઉ સરકારે માત્ર સરકારી શાળાના શિક્ષકોનો જ ગ્રેડ-પે આપવો મંજૂર કર્યો હતો જે પછી મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોની લડત બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.

સરકારી કર્મચારીઓના મેડિકલ એલાઉન્સમાં વધારો

આ ઉપરાંત આજે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આવી ગયા છે ખુશ ખબર. દિવાળી પહેલા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના મેડિકલ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે, કર્મચારીઓની માગને પગલે નાંણા વિભાગે એક પરિપત્ર કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓને 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ આપવામાં આવશે.

આ પણ વાંચો: સારા સમાચાર! રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત, 78 દિવસનો વધારાનો પગાર મળશે

Back to top button