આવતીકાલે દેશને મળવા જઈ રહી છે ચોથી વંદે ભારત એક્સપ્રેસ : પીએમ મોદી કરશે લોકાર્પણ
આગામી ટૂંક સમયમાં જ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ચોથી અને હિમાચલ પ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ આપવા જઈ રહ્યા છે. આ નવી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વાયા ચંદીગઢ થઇને હિમાચલ પ્રદેશના ઉના સુધી જશે. પીએમ મોદી 13 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશને વંદે ભારતની ભેટ આપવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : Oh My God! લો બોલો ! રેલવે વિભાગની હનુમાનજીને નોટિસ
દેશને મળશે ચોથી વંદે ભારત એક્સપ્રેસ
વંદે ભારત એક્સપ્રેસ બુધવાર સિવાયના બધા જ છ દિવસે ચાલશે. નવી દિલ્હી – હિમાચલ પ્રદેશની વચ્ચે આ ટ્રેન ચંદીગઢ, અંબાલા, આનંદપુર સાહેબ અને ઉના સ્ટેશન પર ઉભી રહેશે. આ દેશને મળેલ ચોથી વંદે ભારત એક્સપ્રેસ બનશે. પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી – વારાણસી ના રૂટ ઉપર દોડવવામાં આવી હતી. જયારે બીજી વંદે ભારતને નવી દિલ્હી – કાટરા વચ્ચે શરુ કરી હતી. આ સાથે જ ત્રીજી વંદે ભારત ગાંધીનગર- મુંબઈના રૂટ ઉપર ચાલે છે.
અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર એક્સપ્રેસ
આ વંદે ભારત પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આમાં જીપીએસ આધારિત સુચના સિસ્ટમ,સીસીટીવી કેમેરાઓ, વેક્યુમ આધારિત બાયો ટોઈલેટ, ઓટોમેટીક સ્લાઈડીંગ દરવાજા જેવી તમામ સુવિધાઓ છે. નવી સુવિધાઓથી સજ્જ નેક્સ્ટ જનરેશન વાળી વંદે ભારત 2.0 ટ્રેનમાં કવચ(ટ્રેન કોલિજન અવોઈડેસ સિસ્ટમ) જેવી સુવિધાઓ આપેલ છે, આ સાથે જ દરેક ડબ્બામાં 4 ઈમરજન્સી બારીઓ આપીને સુરક્ષામાં પણ વધારે ધ્યાન આપ્યું છે.
30 સપ્ટેમ્બરે ગાંધીનગર- મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી વંદે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 30 સપ્ટેમ્બરના અમદાવાદમાં વંદે ભારત અને મેટ્રો પરિયોજનાનું ફેસ-1નું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ પીએમએ વંદે ભારતમાં ગાંધીનગર થી અમદાવાદ સુધીની યાત્રા પણ કરી હતી. અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર 8 કલાકથી ઘટાડીને 5 કલાકમાં પહોચાડી દીધું છે.