ટીમ ઈન્ડિયાનો જીતનો જશ્ન : આફ્રિકાને હરાવ્યા બાદ ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન
ભારતીય ટીમે ગઈકાલે 12 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ODI શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. શિખર ધવનની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાએ મંગળવારે ઈતિહાસ રચ્યો હતો. ખેલાડીઓએ આ જીતનું સેલિબ્રેશન ડાન્સ કરી કર્યું હતું. જીતના આ સેલિબ્રેશનમાં શિખર ધવન, ઈશાન કિશન, અવેશ ખાન જેવા ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : ભારતે 2-1 થી જીતી વનડે શ્રેણી : 12 વર્ષ બાદ ઘરઆંગણે આફ્રિકાને આપી માત
‘બોલો તા રા રા રા…’ સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા ખેલાડીઓ
ઈન્સ્ટાગ્રામ પર ગબ્બરે ટીમ સાથે એક અદભૂત વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ દલેર મહેંદીના પ્રખ્યાત ગીત- ‘બોલો તા રા રા રા…’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિઓ જોયા બાદ લોકો કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને શિખર ધવનના સ્ટેપ્સના દિવાના બની ગયા હતા. તે જ સમયે, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈ ટેબલ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 30 સેકન્ડના આ વીડિયોમાં ઈશાને પોતાના સ્ટેપ્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો.
View this post on Instagram
આ પહેલાં કાલા ચશ્મા ગીત પર પણ ખેલાડીઓએ કર્યો હતો જોરદાર ડાન્સ
આ પહેલીવાર નથી જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આવી ઉજવણી કરી હોય. આ પહેલા વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો સફાયો કર્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત ઉજવણી કરી હતી. ત્યારે કાલા ચશ્મા ગીત પર ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા અને આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ ભારતે સાત વિકેટે જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ માત્ર 99 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સાથે જ કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે.