ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગીર સોમનાથમાં માનવ બલિ ચઢાવાઈ, માસુમ બાળકીનો પિતાએ ભોગ લીધો

Text To Speech

ગુજરાતમાં અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે. જેમાં નકલી તાંત્રિકો દ્વારા ભોળા લોકોને છેતરવામાં આવે છે. અને મોટી ચોંકાવનારી ઘટનાઓ બને છે. જેમાં ગીર સોમનાથના તલાળાના ધાવા ગામે અંધશ્રદ્ધા ઘટનામાં સગા પિતાએ પોતાની 14 વર્ષની માસુમ બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે. નવરાત્રિની આઠમા નોરતે આ માનવ બલિ ચડાવવામાં આવી હતી. જેમાં બાળકીની બલિ ચડાવી મરેલી બાળકીને મંત્ર વિદ્યા દ્વારા જીવતી કરવાના પ્રયાસ કર્યા હતો. તેમાં બાળકી જીવતી ન થતાં મૃતદેહને સળગાવાયો હતો.

જાણો શું હતી ઘટના:

તાલાલાના ધાવા ગામના વાડી વિસ્તારમા ભાવેશ અકબરી નામના વ્યક્તિ સુરતથી રહેવા આવેલા હતા. અને છેલા 6 મહિનાથી અહીં વતનમા આવ્યા હતા. ભાવેશની
14 વર્ષની બાળકી ધૈરયા જે ધોરણ 9મા અભાયસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચઢાવી હોવાની બાતમી પોલીસને હાલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં હાલ પોલીસે ભાવેશ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી છે. જેમાં શેરડીના વાડમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું ઝબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામા વિટાળી હોવાના અને ગામના લોકોએ અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ હાથ ધરી છે.

Back to top button