ધર્મનેશનલ

દ્વારકા શારદાપીઠ ઉપર જગતગુરુ શંકરાચાર્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ બિરાજશે…

Text To Speech

ભારતીય હિન્દુ ધર્મના દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 11 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લાં ઘણા સમયથી તેઓ બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે હાલના રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી. ભારતીય હિન્દુ સમાજમાં સ્વરૂપાનંદ સરસ્વતી સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે.

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીના નિધન બાદ શારદા પીઠના નવા શંકરાચાર્યની જાહેરાત કરવામાં આવી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદને સ્વરુપાનંદ સરસ્વતીના નામ જાહેર કરાયા હતાં. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષપીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ બનાવામાં આવ્યા છે. સ્વામી સ્વરુપાનંદના પાર્થિવ શરીરની સામે જ તેમના અંગત સચિવ સુબોધાનંદ મહારાજે તેમના ઉત્તરાધિકારીના નામ જાહેર કર્યાં હતા.દ્વારકા મંદિર ધજા- humdekhengenewsનવા શંકરાચાર્યના પીઠાધિરોહણ સમારોહ 14 ઓક્ટોબરના રોજ યોજાવા જઈ રહ્યો છે. અનંત વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના પશ્ચિમામ્નાય શારદાપીઠ દ્વારકાના 79માં શંકરાચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠા થવાના ઉપલક્ષમાં શંકરાચાર્ય પીઠાધિરોહણ તથા મહાભિનંદન સમારોહ આયોજીત કરાયો છે. આ સમારોહ આસો વાદ પાંચમને 14 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 4 વાગ્યે આયોજીત કરાયો છે.

આ પણ વાંચો : કરવા ચોથ બાદ આ રીતે ઉપવાસ તોડશો તો નહીં થાય પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ !

આ કાર્યક્રમમાં દેશ-વિદેશના માન્ય સંતો-મહંતો, મુનીઓ, વિદ્વાનો અને પૂજ્ય શંકરાચાર્ય મહારાજના શિષ્યો દ્વારકા આવશે. ઉપરોક્ત કાર્યક્રમમાં શુંગેરી શાર્દાપીઠના વર્તમાન શંકરાચાર્ય પૂજ્યપાદ અનંત વિભૂષિત શુંગેરી શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્વામી દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ્પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વારાનંદ સરસ્વતીજી મહારાજની પવન ઉપસ્થિતિ રહેશે. તેમજ આ સમારોહમાં અન્ય પણ નામી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.બાબુભાઈ દેસાઈ- humdekhengenewsઆ અવસરે કાંકરેજ ના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ સંતો મહંતો ને વસ્ત્ર અર્પણ કરી તેમનું અભિવાદન કરશે. જગતમંદિર દ્વારિકા ખાતે વર્ષની છેલ્લી ધજા દિવાળી (આસો વદ અમાસ)ના દિવસે અને નવા વર્ષની પહેલી ધજા ( કારતક સુદ એકમ) નુતન વર્ષ પ્રારંભ દિવસે બાબુભાઈ જે. દેસાઈ દ્વારા જ ચડાવવાનો વર્ષો જૂનો નિત્યક્રમ છે. બાબુભાઈ દેસાઈ દ્વારકાધીશના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. તેઓની આ લાક્ષણિકતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બિરદાવી ચૂક્યા છે. બાબુભાઈ દેસાઈ રબારી સમાજની દીકરીઓના શિક્ષણ -કેળવણી માટે વર્ષોથી કાર્યરત છે, તેઓ આ સમાજમાં દાનવીર રત્ન, ભામાશા તરીકે પણ ઓળખાય છે.

Back to top button