ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલીની વાતો ચાલી રહી હતી તેના પર આજે આખરી મોહર લાગી ગઈ છે. અમદાવાદના નવા કમિશ્નર તરીકે એમ.થેન્નારસનની નિમણુંક થઈ છે ત્યારે નવા કલેકટર તરીકે ડૉ.ધવલ પટેલની નિમણુંક થઈ છે.
જ્યારે રમેશ મેરજા બન્યા ભાવનગરના કલેક્ટર તરીકે તો કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી થઈ છે. આ ઉપરાંત ધવલ પટેલના અમદાવાદ જવના કારણે સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બન્યા છે.
આ તરફ જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા તો ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે. તેમજ બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી થઈ છે.
તાપી કલેકટર તરીકે બી.આર દવે, તો મહીસાગર કલેકટર પદે બી.કે.પંડયા અને લાંબા સમયથી રહેલી ભરુચ ડીડીઓ તરીકે પી.આર.જોશી પહોંચ્યા છે.
આ પણ વાંચો : વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર, જાણો કોને કેટલુું મળશે બોનસ