મનોરંજન

‘તંબાકુથી કેન્સર થાય છે, અવાજ કાઢવાથી નહી’… દિશા વાકાણીનાં કેન્સરની અફવા પર બોલ્યાં અસિત મોદી

Text To Speech

તારક મેહતા ફેમ એક્સટ્રેસ દિશા વાકાણી ઉર્ફ દયા ભાભીને સીરીયલમાં તેમનાથી જુદો અવાજ કાઢવાથી તેમને મોઢાનું કેન્સર થયું છે, આવા સમાચારો સવારથી વહેતા થયા છે. પરંતુ દિશા વાકાણીને કોઈ પણ પ્રકારનું કેન્સર નથી, તેવું તેમના ભાઈ મયુર વાકાણીનું કહેવું છે. મયુર વાકાણીએ આ સમાચારોને અફવા ગણાવી દીધી છે. હવે આ ફેક ન્યુઝ પર તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ તેમનું એપિક રીએક્શન આપ્યું છે. તેમણે કહ્યું છે કે – તંબાકુ ખાવાથી કેન્સર થાય છે, ના કે અવાજ કાઢવાથી. જો ખરેખર આવું થતું હોત તો બધા મિમીક્રી કરવાવાળા ડરી જશે.

આ પણ વાંચો : શિખર ધવન બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, હુમા કુરેશી સાથે કરશે રોમાન્સ

દિશા વાકાણીને નથી થયું કેન્સર : અસિત મોદી એપિક રિએક્શન

દિશા વાકાણીની કેન્સરની ફેક ન્યુઝ પર તારક મહેતાનાં પ્રોડ્યુસર અસિત મોદીએ એપિક રીએક્શન સાથે કહ્યુ હતુ કે તેમની પાસે દિશાને કેન્સર થયું હોવા વિશે કોઈ માહિતી મળી નથી. આજે લોકો માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે આવા ફેક ન્યુઝ આપતા રહે છે. તેના પછી અસિત મોદીએ તારક મેહતા શોમાં અલગ-અલગ અવાજ કાઢીને દિશાને ગળાનું કેન્સર થયું હોવાના સમાચારને ખોટા બતાવ્યા હતાં. આ ઉપરાંત અસિત મોદીએ કહ્યું હતું કે તંબાકુ ખાવાથી કેન્સર થાય છે, ન કે અવાજ કાઢવાથી. જો ખરેખર આવું થતું હોત તો બધા મિમીક્રી કરવાવાળા ડરી જતાં. જો આ રીતે અલગ-અલગ અવાજ બહાર કાઢવાથી ગળાનું કેન્સર થતું તો વિશ્વના કરોડો મિક્રી આર્ટિસ્ટ્સનું શું થતું.

Disha Vakani - Hum Dekhenge News

ફેમીલી લાઈફમાં વ્યસ્ત છે દિશા વાકાણી

આ વાતમાં રાહતની વાત એ છે કે દિશા વાકાણીને કોઈ પણ  કેન્સર નથી. જો કે થ્રોટ કેન્સર પર દિશા વાકાણીનું હજુ સુધી કોઈ રિએક્શન નથી આવ્યું. પરંતુ તેમના ભાઈ મયૂર વાકાણીએ આ સમાચારોને ખોટા ગણાવ્યાં હતાં. દિશા હાલ તેમની પર્સનલ લાઇફ ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહી છે. દિશા હજુ થોડા જ દિવસ પહેલા બીજી વખત માં બની છે. દિશાએ થોડા દિવસ પહેલાં જ  એક દિકરાને જન્મ આપ્યો છે, હાલ દિશા વાકાણી બે બાળકોની માં છે.

ઉલ્લેખનીય છે કે દિશાએ  5 વર્ષ પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં  શો માંથી મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં દેખાતા નથી. બે બાળકો પછી દિશા અત્યારે તેનાં પરિવારને પ્રાથમિકતા આપી રહી છે. જો કે, તેનાં ચાહકો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે દિશા પરિવારની જવાબદારી પૂરી કરીને તારક મહેતામાં પાછી ફરે.

Back to top button