પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્પોર્ટસ ચેમ્પિયનશીપનું કરવામાં આવ્યું આયોજન
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પંચાયત આયોજીત સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-2022 અંતર્ગત તારીખ 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબર-૨૦૨૨ના રોજ ઝોન 1 માં વાવ, થરાદ, લાખણી, સૂઇગામ, ભાભર, દિયોદર, ડીસા, કાંકરેજ તાલુકાની વિવિધ સ્પર્ધાઓ ડીસા સ્પોર્ટસ કલબ ખાતે તથા ઝોન 2 માં પાલનપુર, વડગામ, દાંતા, ધાનેરા, અમીરગઢ, દાંતીવાડા, જિલ્લા પંચાયત પાલનપુરની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જી. ડી. મોદી, આદર્શ વિદ્યાલય, જ્યૉર્જ ફીફથ ક્લબ ખાતે રાખવામાં આવ્યું હતું.
સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું
આ સ્પોર્ટસનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ખેલાડીઓમાં સ્પોર્ટસ યુનિટી એન્ડ ફિટનેશ વિકસે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાન આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, હિસાબી અધિકારી અને સમગ્ર વ્યવસ્થાપન સમિતિનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્પોર્ટસ ચેમ્પિયનશીપની વિવિધ સ્પર્ધાઓનું આયોજન#Palanpur #banaskantha #district #DistrictPanchayat #SportsChampionship #Competitions #arrangement #sports #sportsnews #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/MoYniM3ji6
— Hum Dekhenge News (@humdekhengenews) October 12, 2022
કુલ 639 ખેલાડી ભાઇ-બહેનોએ ભાગ લીધો
બનાસકાંઠા જિલ્લા પંચાયતના તમામ સંવર્ગના કર્મચારી ખેલાડીઓ માટે 100 મી. દોડ, ચેસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કેરમ, ગોળા ફેંક, કબ્બડી, પાસીંગ વૉલીબોલ, શૂટીંગ વૉલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-2022 માં કુલ-639 ખેલાડી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપની ઝોન : 1 તથા ઝોનઃ 2 ની મેગા ફાઇનલ સ્પર્ધાનું આયોજન આગામી તા. 16 ઓક્ટોબર-2022ના રોજ ડીસા સ્પોર્ટસ કલબ ખાતે સાંજે 5:00 વાગ્યાથી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ટ્રેકની કામગીરીને પગલે દિવાળી પહેલા આ ટ્રેનો કરાઈ રદ્દ ,યાત્રિકો થયા હેરાન