સાયન્સ એન્ડ ટેકનોલોજી

Google Chrome નો ઉપયોગ કરવો થઈ શકે છે જોખમી : જાણો સંપૂર્ણ વિગતો.

Text To Speech

મોટાભાગના લોકો Google Chrome નો ઉપયોગ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે કરે છે. પરંતુ, આ રિપોર્ટ વાંચ્યા પછી તમે તેને ઉપયોગ કરવાનું બંધ કરો. કારણ કે Google Chrome ને વપરાશકર્તાઓ માટે સૌથી વધુ અસુરક્ષિત બ્રાઉઝર બતાવવામાં આવ્યું છે, તેમાં તમારો પ્રાઈવેટ ડેટા ચોરી થવાનો ખતરો રહે છે. તેથી જ તમારા માટે હવે Google Chrome નો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે.

આ પણ વાંચો : હેશટેગ્સ શું છે? જ્યારે પણ કોઈ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર પોસ્ટ કરે છે ત્યારે શા માટે હેશટેગ્સનો ઉપયોગ કરે છે?

Google Chrome એ ખૂબ જ લોકપ્રિય વેબ-બ્રાઉઝર છે, જેનો ઉપયોગ વિશ્વના કરોડો લોકો કરે છે. પરંતુ, તેની ખામીને  કે કારણ આપે સાવધાન રહેવાની જરૂર છે. એક નવી રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે Google Chrome સૌથી વધુ અનસેફ વેબ-બ્રાઉઝર છે. કારણ કે તેમાં તમારો પ્રાઈવેટ ડેટા ચોરી થઈ શકે છે, જેની તમને ખબર પણ પડતી નથી. તેથી હવે આનો ઉપયોગ તમારી પ્રાઇવેસી માટે સારો નથી. એક અહેવાલમાં એવું બહાર આવ્યું છે કે વર્ષ 2022 માં કુલ 3159 જેટલી ખામીઓ શોધવામાં આવી છે. આ કારણે જ, તે સૌથી સંવેદનશીલ બ્રાઉઝર બની ગયું છે.

ઓક્ટોબરમાં બહાર આવી ખામીઓ

આ ખામીઓ ઓક્ટોબર મહિનામાં બહાર આવી હતી. જેમાં હજુ પણ CVE-202203318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309 અને CVE-2022-3307 જેવાં CVE પ્રોગ્રામની સુરક્ષાને લઈને ખામીઓ શોધ શકાય છે. જો કે, વપરાશકર્તાઓ આને ફિક્સ કરવા માટે Google Chrome વર્ઝન 106.0.5249.61 ને અપડેટ કરી શકે છે. આ સિવાય   Google Chrome પછી Mozilla Firefox બ્રાઉઝરમાં પણ 117 જેટલી ખામીઓ મળી છે. જ્યારે Microsoft Edge માં પણ 103 જેટલી ખામીઓ મળેલ છે.

આ છે Google Chrome નાં વિકલ્પો

Google Chrome એ સૌથી વધુ પોપ્યુલર વેબ-બ્રાઉઝર છે અને આ એન્ડ્રોઇડ ફોન સાથે પ્રી-ઇન્સ્ટોલ્ડ પણ હોય છે. જેને  કારણે લોકોના આ વેબ-બ્રાઉઝરનો સીધો ઉપયોગ શરૂ કરે છે. જો કે આમાં તમારો પ્રાઈવેટ ડેટા ચોરી થઈ શકે છે, તેથી તમે પ્રાઈવેસી માટે બીજા બ્રાઉઝર સાથે પણ જઈ શકો છો. પ્રાઈવેસી માટે Brave  બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત DuckDuckGo બ્રાઉઝર પણ તમે વાપરી શકો છો.

Back to top button