દેશના વિવિધ ભાગોમાં વરસાદના કારણે જ્યાં એક તરફ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ખેતીના તૈયાર થયેલા પાકને પણ નુકસાન પહોંચવાની સાથે મોંઘવારીનું ભારણ સામાન્ય જનતા પર પડી રહ્યું છે. ઘઉં, લોટ, ચોખા, દાળ તેમજ તેલ, બટેટા અને ડુંગળીના ભાવમાં પણ પાંચ ટકા સુધીનો વધારો થયો છે.
ચોખાના ભાવ વધ્યા
બજારમાં જોવા મળી રહેલા ભાવના અનુસાર, ચોખાની કિંમત 9 ઓક્ટોબરના રોજ 37.65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે મંગળવારે તે 38.06 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
તેલ અને બટાકા, ડુંગળીના ભાવને વરસાદ નડ્યો
જ્યારે તેલના ભાવમાં પણ છેલ્લા 5 દિવસમાં રૂ. 15 થી લઈ 60 સુધીનો વધારો થયો છે. તો ડુંગળીના ભાવ જથ્થાબંધ બજારમાં રૂ. 12 થી 18 હજા તે હવે રૂ. 20 થી 27 સુધી થયા છે. ઘઉંનો ભાવ રૂ. 30.09થી વધીને રૂ. 30.97 થયો હતો જ્યારે લોટનો ભાવ રૂ. 35થી વધીને રૂ. 36.26 પ્રતિ કિલો થયો હતો. જ્યારે બટાકાની કિંમત રૂ. 26.36 પ્રતિ કિલોથી વધીને રૂ. 28.20,ટામેટાના ભાવ 43.14 રૂપિયાથી વધીને 45.97 રૂપિયા પ્રતિ કિલો થયા છે.
દાળ પણ થઈ મોંઘી
જો વાત દાળની ચણાની દાળની કિંમત આ જ સમયગાળા દરમિયાન રૂ. 71.21થી વધીને રૂ. 74 પ્રતિ કિલો જ્યારે તુવેરની દાળની કિંમત રૂ. 110થી વધીને રૂ. 112 પ્રતિ કિલો થઈ ગઈ છે. દાળની કિંમત 106.53 રૂપિયાથી વધીને 108.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળની કિંમત 101.54 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 103.49 રૂપિયા થઈ ગઈ છે. મસૂર દાળ રૂ. 94.17 થી વધીને રૂ. 95.76 થયો છે.
દિવાળીના તહેવારને હવે થોડાં જ દિવસો બાકી છે ત્યારે રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજી અને અનાજના ભાવ વધારાની અસર આગામી દિવસોમાં તહેવારોમાં લોકોના ખિસ્સા પર જોવા મળશે. જોકે હજી પણ વરસાદની અસર રહેવાના કારણે આગામી દિવસોમાં વધુ ભાવ વધારો જોવા મળી શકે છે. તેમજ સરકાર પાસે જથ્થો પ્રાપ્ત માત્રમાં હોવાથી ભાવ પર કાબુ મેળવવા માટે સરકાર પણ પગલાં ભરશે.
આ પણ વાંચો : ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવખત વધારો, રૂ. 15 થી 55 સુધીનું સામાન્ય જનતાને ભારણ