ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલમધ્ય ગુજરાત

કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા

Text To Speech

ખરાબ હવામાનના કારણે વાતાવરણ સતત બદલાય રહ્યુ છે ત્યારે આવા વાતાવરણમાં ટેકરીઓ અને પહાળોની સફરે ગયેલા કેટલાક ગુજરાતીઓ ફસાતા રાજ્ય સરકારની મદદ માંગવી પડી છે. મળતી માહિતી મુજબ શિવ શંભુના ધામ કૈસાલ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ તે વિસ્તારથી બહાર નિકળી આગળ વધવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે સતત છ દિવસથી ફસાયેલા ગુજરાતીઓ વિસ્તારની બહાર નિકળી ના શકતા રાજ્ય સરકાર પાસે મદદ પણ માંગી છે

દર્શનાર્થીઓએ ગુજરાત CM પાસે મદદ માંગી
12 જેટલા ગુજરાતીઓ ખરાબ હવામાનના કારણે સતત છ દિવસ જેટલા સમયથી ગુંજીમાં ફસાયેલા છે જેઓ તે જગ્યા પરથી નિકળી ન શકતા તેમણે વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ પાસે મદદ પણ માંગી છે. ત્યારે ગુજરાત સરકારે તરત બચાવના પગલાના આદેશ આપ્યા હતા અને આ મુદ્દે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો હતો.

ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધ્યો
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સરકાર પાસ મદદ માગી હતી જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો હતો. અને ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ વાતાવરણના પગલે રસ્તો બંધ હોવાના કારણે વાહનવ્યવહાર પર અસર હોવાથી યાત્રાળુંઓ ફસાયાની માહિતી મળી રહી છે. ગુંજી ખાતે આદિ કૈલાશ યાત્રા પર ગયેલ અંદાજિત 25 થી 40 ગુજરાતી પ્રવાસીઓ ગયા હતા જેમાંથી 12 જેટલા મુસાફરો હવામાનના કારણે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાઈ ગયા હતા. જેઓને વાહન વ્યવહાર શરુ થતા જ સત્વરે સલામત રીતે પરત લવાશે.

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા, મગફળીના પાકને મોટું નુકસાન

Back to top button