અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

100 વર્ષનો ઈતિહાસ બદલાયો: રાજ્યપાલ દેવવ્રત હવે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનશે

Text To Speech

ગુજરાત વિદ્યાપીઠના ઈતિહાસની સૌથી મોટી વાત 100 વર્ષ બાદ ગાંઘીજી સ્થાપિત વિદ્યાપીઠનો ઈતિહાસ બદલાયો છે . ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદના નિમંત્રણનો સ્વીકાર કરી દીધો છે. રાજભવન ખાતે સાભાર સ્વીકાર કરી પદ માટે સ્વીકૃતિ આપતા હવે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકેનો કારોભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે.

 કુલપતિ ઇલાબેન ભટ્ટે રાજીનામું આપતા નિમંત્રણ અપાયું

આ વિશે મળતી માહિતી મુજબ 4 ઓકટોબરના રોજ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટે રાજીનામું આપી દિધુ હતુ . જે બાદ પદ ખાલી પડતાં રાજ્યપાલને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો સ્વીકાર કર્યો છે અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી ત્યારે હવે વિદ્યાપીઠનો 100 વર્ષનો ઈતિહાસ બદલવા જઈ રહ્યો છે.

રાજ્યપાલ હવે રાજ્ય સહિત વિદ્યાપીઠનો પણ કારોભાર સંભાળશેે

મહત્વનું છે કે, ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે . આથી વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે. પૂર્વ કુલપતિ એવા ડૉ. ઈલાબહેન ભટ્ટ કે ગાંધીવાદી હતા. અને થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. જે બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદનું નિમંત્રણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને અપાયું અને તેમણે તે પદનો સ્વીકાર કરતાં હવે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો પણ કારોભાર સંભાળશે.

આ પણ વાંચો: આજે ‘World Arthritis Day’ એટલે કે વિશ્વ સંધિવા દિવસ : આ રોગ અમેરિકામાં વિકલાંગતાનું મુખ્ય કારણ

Back to top button