Oh My God! લો બોલો ! રેલવે વિભાગની હનુમાનજીને નોટિસ
તમારાથી આ વાંચતા વાંચતા Oh My God! શબ્દ બોલાઈ જશે. જ્યારે તમે એવું વાંચશો હવે ભગવાનને નોટિસ ફટકારવામાં આવી છે. જી હાં, સાંભળવામાં અજુગતી લાગતી આ ઘટના ભારત દેશના એક રાજ્યમાં બની છે. જ્યાં ભગવાન હનુમાનજીને પણ નોટિસ પાઠવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના ?
સમગ્ર ઘટના એમ છે કે ઝારખંડના કોલસાના શહેરની બેકરબંધ સોસાયટીમાં હનુમાનજીનું મંદિર છે અને તે મંદિરમાં રેલવે વિભાગે નોટિસ ચોંટાડી છે. જેનો સંદર્ભ જમીન ખાલી કરી ગેરકાયદે કબજા બાબતે છે. નોટિસ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે વિભાગના મદદનીશ ઈજનેર વતી ભગવાન હનુમાનજીને પાઠવવામાં આવી છે.
ભગવાનને કેમ નોટિસ પાઠવી ?
ઝારખંડમાં રેલવે વિભાગે ભગવાન હનુમાનજીને નોટિસ પાઠવીને કહ્યું છે કે, તમારા દ્વારા બનાવવામાં આવેલો મંદિર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે છે અને તમે 10 દિવસમાં જમીન ખાલી કરો નહી તો કાયદેસરની કાર્યવાહી કરીશું. નોટીસમાં ભગવાન હનુમાનના નામ પર ગેરકાયદેસર વ્યવસાયને લગતી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. તેમા લખેલું છે કે, જમીન રેલવેની છે તેના પર કબજો કરીને મંદિર બનાવવામાં આવ્યું છે. નોટિસ મળ્યાના 10 દિવસમાં મંદિરને હટાવી દો, નહીં તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી
નોટિસથી સ્થાનિકોની લાગણી દુભાઈ
હનુમાનજીના મંદિરમાં ચોંટાડેલી નોટિસથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમણે કહ્યું રેલવે વિભાગે જાણી જોઈને લાગણી દુબાવવાનો કામ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હનુમાનજીના મંદિર સાથે ખૂજ જ જૂનો નાતો છે અને વર્ષોથી હનુમાનજીની પૂજા-અર્ચના કરી રહ્યા છીએ. હવે રેલવે વિભાગ મંદિર હટાવવા માટે નોટિસો મારફતે દબાણ કરી રહ્યું છે.