સાયન્સ એન્ડ ટેકનોલોજી

5G ટ્રાયલમાં Jio એ Airtelને છોડ્યું પાછળ : 598Mbps રહી ડાઉનલોડિંગ સ્પીડ

Text To Speech

તાજેતરમાં જ દેશમાં 5G  નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે રિલાયન્સ જિયોના 5G નેટવર્કની બીટા ટ્રાયલ હાલ ચાલી રહી છે, ત્યારે એરટેલનું 5G વ્યાવસાયિક ધોરણે લોન્ચ કરવામાં આવ્યું છે. 5Gની સ્પીડને લઈને અલગ-અલગ કંપનીઓ અલગ-અલગ દાવા કરે છે. આ દરમિયાન, Ooklaએ તેનો સ્પીડ ટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. જ્યાં દિલ્હીમાં Reliance Jio એ 5G સ્પીડ ટ્રાયલમાં લગભગ 598.58Mbpsની ડાઉનલોડિંગ સ્પીડ રેકોર્ડ કરી છે, જ્યારે એરટેલની હાલ સુધી ડાઉનલોડિંગ સ્પીડ 516Mbps રેકોર્ડ થઈ છે.

આ પણ વાંચો : શું 5G દ્વારા ફેલાયો હતો કોરોના? જાણો હકીકત

Jioની સ્પીડ એરટેલની સ્પીડ કરતાં ત્રણ ગણી વધારે

Ookla એ ચાર શહેરોમાં સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડની સરખામણી કરી છે જ્યાં Jio અને Airtel બંનેએ તેમના 5G નેટવર્ક સેટ કર્યા છે. ભારતી એરટેલે આઠ શહેરોમાં તેની 5G સેવાઓ શરૂ કરી છે. જ્યારે Jioની 5G બીટા ટ્રાયલ, જેને કંપની “Jio True 5G” કહી રહી છે, તે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીના ચાર શહેરોમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Ooklaના ‘સ્પીડટેસ્ટ ઈન્ટેલિજન્સ’ રિપોર્ટ અનુસાર, જૂનથી અત્યાર સુધીના ડેટા દર્શાવે છે કે રાજધાની દિલ્હીમાં એરટેલની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ 197.98 Mbps હતી, જ્યારે Jioના નેટવર્ક પર સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ 598.58 Mbps હતી. આ એરટેલની સ્પીડ કરતાં ત્રણ ગણી વધારે છે.

5Gની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં સૌથી મોટો તફાવત કોલકાતામાં જોવા મળ્યો હતો. જ્યાં એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 33.83 Mbps હતી, જ્યારે Jioની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 482.02 Mbps પર લગભગ 14 ગણી વધારે હતી. બીજી તરઉ વારાણસી એકમાત્ર એવું શહેર હતું કે જ્યાં Jio અને Airtel વચ્ચે 5G સ્પીડ સ્પર્ધા ખૂબ જ નજીક હતી. એરટેલે Jioની 485.22 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ સામે 5G એવરેજ ડાઉનલોડ સ્પીડ 516.57 Mbps દર્શાવી છે..

Back to top button