ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાએ તોડ્યો 23 વર્ષ જૂનો રેકોર્ડ : 99 રનમાં સાઉથ આફ્રિકાને કરી ઓલઆઉટ

Text To Speech

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ટીમની કમર તોડી દીધી છે. ભારતીય બોલરોએ આફ્રિકા ટીમને  માત્ર 99 રનમાં ઓલઆઉટ કરી દીધી છે.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકા સામે અંતિમ અને ત્રીજી નિર્ણાયક વનડે :  ઘરઆંગણે 12 વર્ષ બાદ શ્રેણી જીતવાની તક

ભારત સામે દક્ષિણ આફ્રિકાનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર

આ મેચમાં ભારતીય ટીમનાં કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે દરમ્યાન ભારતીય બોલરોએ આફ્રિકાની આખી ટીમને 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ત્યાં બીજી તરફ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી. ભારત સામે દક્ષિણ આફ્રિકાનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા વર્ષ 1999માં ભારતે આફ્રિકન ટીમને 117 રનમાં આઉટ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે આફ્રિકા સામે 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

કેવી રીતે સાઉથ આફ્રિકાની વિકેટ પડી

સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક ત્રીજી વનડેમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો હતો. ડી કોકના બેટને 10 બોલમાં માત્ર 6 રન જ મળ્યા હતા. મોહમ્મદ સિરાજે આફ્રિકાની ટીમને બીજો ઝટકો આપ્યો હતો. તેણે યેનેમન મલાનને 15 રન બનાવીને પેવેલિયન મોકલ્યો હતો. મોહમ્મદ સિરાજે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રીઝા હેન્ડ્રિક્સની વિકેટ પણ લીધી હતી. તેણે 21 બોલમાં 3 રન બનાવ્યા હતા. માર્કરમની વિકેટ શાહબાઝ અહેમદે લીધી હતી. તેણે 19 બોલમાં 9 રન બનાવ્યા હતા. શાનદાર ફોર્મમાં રહેલા કેપ્ટન મિલરને વોશિંગ્ટન સુંદરે બોલ્ડ કર્યો હતો. આ સાથે જ કુલદીપ યાદવે એન્ડીલે ફેહલુકવાયોની વિકેટ લીધી હતી.

Back to top button