ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દાંતીવાડામાં છાત્રોને મનની અથાગ શક્તિનો અનુભવ કરાવાયો

Text To Speech
  • “સશક્ત મન દ્વારા શ્રેષ્ઠ ભવિષ્ય”વિષયે અધ્યાત્મ સમારંભ
  • આંતરરાષ્ટ્રીય ટ્રેનર બ્રહ્માકુમાર શક્તિ રાજે કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી.

પાલનપુર : ભૂતકાળને પકડી ન રાખો, ભવિષ્યકાળ કલ્પના છે. માત્ર વર્તમાનકાળને મહત્વ આપી મનને સશક્ત બનાવી સકારાત્મક અધ્યાત્મ શક્તિને કેળવવી વર્તમાન સમયની અનિવાર્યતા છે. તેમ દાંતીવાડા ખાતે કૃષિ યુનિવર્સિટીમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મનની શક્તિ પર સમજ આપતા આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બ્રહ્માકુમાર શક્તિ રાજે જણાવ્યું હતું કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તથા વિશાળ સંખ્યામાં પ્રોફેસરો વિદ્યાર્થીઓની હાજરીમાં મનની શક્તિના પ્રયોગિક ધોરણે પ્રયોગો કરી હતી.

વિશાળ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયાં

શક્તિ રાજ એ સર્વને એકાગ્રતાની શક્તિ દ્વારા યાદશક્તિ, શાંતિની શક્તિ અને રચનાત્મક પ્રવૃત્તિનો સર્વને અનુભવ કરાવ્યો હતો. તેમણે યુવા માનસને પોતાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે સુસુપ્ત પોતાની શક્તિની વિશેષતાઓને ઓળખી જીવન શૈલીમાં અપનાવી ભવિષ્યની દિશામાં પ્રગતિ કરવાના વિવિધ પ્રયોગો કરી ઉપસ્થિત વિશાળ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયાં હતા.

 બ્રહ્માકુમારી-humdekhengenews

બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શશીકાંત ત્રિવેદીએ પોતાના સંસ્થા દ્વારા રાજયોગ મેડીટેશન અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા અસંભવ વાતોને સકારાત્મક શક્તિથી અદભુત સફળતાઓના પ્રસંગો વર્ણવી શ્રેષ્ઠ યુવા શક્તિને જીવનશૈલીમાં ધારણ કરવા આહવાન કરેલ હતું. તથા નિયમિત મનની શક્તિ, વિચાર શક્તિને સશક્ત બનાવવા રાજયોગ મેડીટેશનનો અભ્યાસ કરવા પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : દીકરીનો અભ્યાસ અટકશે નહીં, આ સરકારી શિષ્યવૃત્તિઓનો આજે જ લાભ લો

સમારંભમાં દાંતીવાડા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી શિવાની બહેને ઈશ્વરીય જ્ઞાન રાજ યોગા મેડીટેશન અને સકારાત્મક જીવનશૈલી માટે 5 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની મનની શક્તિની વૃદ્ધિનો અનુભવ જણાવ્યો હતો.

કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ વિશાળ સંગઠનને ગહન શાંતિમાં લઈ જઈ મનને શ્રેષ્ઠ સંકલ્પોને અભ્યાસ કરાવ્યો હતો. માત્ર થોડા સમયમાં યુવા માણસને માનસિક શ્રેષ્ઠ અવસ્થામાં મનની શક્તિનો અનુભવ શક્તિ રાજ એ કરાવી સર્વને આ અભ્યાસ ચાલુ રાખવા તથા તેના દ્વારા શ્રેષ્ઠ ભવિષ્યની રચના કરવા સંગઠિત દ્રઢ સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં ઉપસ્થિત સર્વને પોતાની શક્તિ દ્વારા ભવિષ્યના નવનિર્માણનો માર્ગ સહજ હોવાની અનુભૂતિ થયેલ અને પરિવર્તનનો અનુભવ કરાવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : વડગામની પરિણીતા અને તેના પ્રેમીને કોર્ટે હત્યાના ગુનામાં ફટકારી આજીવન કેદની સજા

Back to top button