ગુજરાત

ખેડૂતો માટે સારા સમાચાર, ખેડૂતોની સમસ્યાનું સમાધાન માટે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

Text To Speech

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેના દ્વારા ખેડૂતો સમસ્યાનું સમાધાન મેળવી શકશે, સાથે એક્સપર્ટ પાસેથી સલાહ પણ મેળવી શકશે. રાજ્યના કોઇપણ ખેડૂતને કૃષિ, બાગાયત અને પશુપાલનને અંગે કે સરકારી યોજનાઓનો લઈને કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઈન નંબર  6359011294 અને 6359011295નો સંપર્ક કરીને યોગ્ય સહાય કે માહિતી મેળવી શકે છે. ખેડૂતો સવારે 10:30થી સાંજે 6:00 સુધી કોલ કરી શકશે. ગુજરાતના કોઇપણ ખૂણેથી ફોન કરીને મદદ મેળવી શકશે.
દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. ત્યારે ખેતીને વધુ આધુનિક બનાવવા માટે કેટલીક ટેકનિક ઉપલબ્ધ છે. આ ટેકનિકોને ખેડૂતો દ્વારા ઉપયોગમાં પણ લેવામાં આવી રહી છે. પરંતુ જ્યારે તેઓ ખેતી માટે આ નવી ટેકનિકનો ઉપયોગ કરે છે તો તેમને કેટલીક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ખેડૂતો પોતાની સમસ્યાનું સમાધાન તાત્કાલિક એજ સમયે કરી શકે તે માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે

ભારત સરકારે પણ કિસાન કોલ સેન્ટર બનાવ્યું છે જેમાં ખેડૂતો કોઈ પણ સમયે કોલ કરીને ફ્રીમાં પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે છે
ભારત સરકારે પણ કિસાન કોલ સેન્ટર બનાવ્યું છે જેમાં ખેડૂતો કોઈ પણ સમયે કોલ કરીને ફ્રીમાં પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે છે. કિસાન કોલ ટોલ ફ્રી નંબર 1551 અથવા 1800-180-1551 પર કોલ કરી શકે.

Back to top button