ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાત ચુંટણી 2022 : બનાસકાંઠામાં કુલ 24.89 લાખ મતદારો નોંધાયા

Text To Speech

પાલનપુર : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ સોમવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક પર કુલ 24 લાખ 89 હજાર 694 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં પુરુષો 12 લાખ 92 હજાર 584 અને 11લાખ 97 હજાર 94 મહિલા મતદારો નોંધાય છે. જેમાં સૌથી વધુ મતદાર વાવ વિધાનસભા બેઠક પર નોંધાયા છે.

મતદારો -humdekhengenews
Election Commission of India

વિધાનસભા બેઠક નોંધાયેલા મતદાર

  • વાવ : 3,02,019
  • થરાદ : 2,48,208
  • ધાનેરા : 2,48,208
  • દાંતા : 2,57,655
  • વડગામ : 2,94,742
  • ડીસા : 2,89,384
  • દિયોદર : 2,53,162
  • કાંકરેજ : 2,91,481
  • કુલ. : 24, 89,694

ડીસામાં પાંચ વર્ષમાં 39,500 મતદાર વધ્યા

ડીસા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષમાં 39,500 જેટલા મતદારો નો વધારો થયો છે. 2017માં 2.94 લાખ મતદારો હતા. જ્યારે આગામી 2022 ની વિધાનસભા ની ચૂંટણીમાં 2,89,694 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

આ પણ વાંચો : સુરતમાં કૂરતાપૂર્વક હત્યાનો વીડિયો સામે આવ્યો, જાહેરમાં યુવકને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Back to top button