ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટ જાહેર થતા જ વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે. તો લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. જેમાં 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થિનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે. 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.
આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.
જિલ્લાવાર પરિણામ
એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા એક લાખ સાત હજાર 694 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી એક લાખ બે હજાર 913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.
ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ છે. GHSEB દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ (GUJCET Result 2022) જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
આ રીતે ચેક કરશો ફાઈનલ આન્સર કી
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર પણ તમે એ જ રીતે જોઇ શકશો. તમને જણાવી દઇએ કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujarat Common Entrance Test) રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.