ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢમાં અનેક અધિકારીઓના ઘરે EDના દરોડા, CM બઘેલાના OSD પણ સાણસામાં

Text To Speech

રાયપુરઃ છત્તીસગઢના અનેક શહેરોમાં EDએ આજે સવાર સવારમાં ફરી એકવખત દરોડા પાડ્યા છે. આ વખતે EDએ રાજ્યના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે વેપારીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે. જેમાં કેટલાંક એવા લોકો પણ સામેલ છે જેના પર પહેલા ITની રેડ પડી હતી. છત્તીસગઢમાં આ વખતે EDએ દુર્ગ, રાયપુર, રાયગઢ અને મહાસમુંદ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે.

આ અધિકારીઓના ઘરે ચાલી રહી છે દરોડાની કાર્યવાહી
છત્તીસગઢના દુર્ગમાં મુખ્યમંત્રી બઘેલના ઓએસડી સૌમ્યા ચૌરસિયા, રાયગઢમાં કલેક્ટર રાનૂ સાહૂના નિવાસસ્થાને, મહાસમુંદમાં અગ્નિ ચંદ્રાકર, સૂર્યકાંત તિવારી, માઈનિંગ હેડ આઈએએસ જેપી મોર્યના રાયપુરના ઘરે, રાયગઢના ગાંજા ચોક નિવાસી નવનીત તિવારી, પ્રિન્સ ભાટિયા, સીએ સુનીલ અગ્રવાલના ઠેકાણાં પર EDની કાર્યવાહી ચાલી રહી છે.

સવારે 5 વાગ્યાથી ચાલી રહી છે દરોડાની કાર્યવાહી
મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યાથી આ તમામ ઘરમાં EDના ડઝનેક લોકોની ટીમ એક સાથે રેડ કરી રહી છે. આ પહેલા પણ આઈટી અને ઈડી દ્વારા મુખ્યમંત્રીના ઓચડી સૌમ્યા ચૌરસિયા, કલેક્ટર રાનૂ સાહૂ, સૂર્યકાંત તિવારીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોલસા વેપારી સૂર્યકાંત તિવારી અને સૌમ્યા ચૌરસિયાના ઘરેથી મોટી સંખ્યામાં લગભગ 200 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સામે આવી હતી.

Back to top button