ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

11 ઓક્ટોબર, “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” જાણો કેમ ઉજવામાં આવે છે આ દિવસ !

Text To Speech

આજે આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ છોકરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામેના આગવા પડકારો અંગે જાગૃતિ કેળવવા, વર્ષ ૨૦૧૧માં આજના દિવસે દર વર્ષે ૧૧મી ઓક્ટોબરે આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ઠરાવને બહાલી આપી હતી. આ વર્ષની વિષયવસ્તુ છે- છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની ડીજીટલ શિક્ષણ ક્ષેત્રે રહેલી ખાઈ ઓછી કરવી. આ દિવસ કન્યાના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

આ રીતે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ થઈ

ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થા ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને “કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકાર સાથે સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ કેનેડાની સરકારે 55મી મહાસભામાં આ ઠરાવ રજૂ કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ 19 ડિસેમ્બર, 2011ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. 11 ઓક્ટોબરને ઉજવણી કરવા માટેનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબર 2012ના રોજ મનાવવામાં આવ્યો હતો, જેની થીમ “બાળ વિવાહનો અંત કરવો” હતો. તેમાં છોકરીઓના અધિકારો અને દુનિયાભરમાં છોકરીઓની સામે આવતા પડકારોનો સામનો કરવા વિશે વાત કરવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં દરેક છોકરીને ડીજીટલ કૌશલ્ય, ટેકનોલોજીનું શિક્ષણ અને પ્રગતિની સમાન તક મળે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે.

  • યુવતીનો આંતરરાષ્ટ્રીય દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય અવલોકન દિવસ છે; તેને છોકરીઓનો દિવસ અને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પણ કહેવામાં આવે છે.
  • દર વર્ષે 11 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તેના હેડક્વાર્ટર ખાતે બાલિકા સંમેલનનું આયોજન કરવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ વર્ષ 2011માં ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી અને વિશ્વભરમાં પ્રથમ આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબર 2012 ના રોજ મનાવવામાં આવ્યો હતો.
  • આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલો એ દિવસ છે, જેમાં કન્યાઓ માટે વધારે તકોનું સમર્થન કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ જાણો કેમ ઉજવામાં આવે છે આ દિવસ !- humdekhengenews

આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ:

  • બાલિકાઓ, કિશોરીઓના સરક્ષણ, અધિકાર અને તેમની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે.
  • 11 ઓક્ટોબર, 2016 ના રોજ, યુનાઈટેડ નેશન્સ વિમેન્સ ગુડવિલ એમ્બેસેડર એમ્મા વોટસને વિશ્વભરના દેશો અને પરિવારોને બળજબરીથી બાળ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી હતી.
  • બાલિકા દિવસ માત્ર છોકરીઓ સામનો કરે છે તે મુદ્દાઓ વિશે જ નહીં, પણ જ્યારે સમસ્યાઓ હલ થાય ત્યારે શું થવાની સંભાવના છે તે અંગે પણ જાગૃતિ લાવવામાં મદદ કરે છે.
  • ઉદાહરણ તરીકે, છોકરીઓને શિક્ષિત કરવાથી બાળ લગ્ન, રોગના દરને ઘટાડવામાં મદદ મળે છે અને છોકરીઓને ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં પ્રવેશ આપવામાં મદદ કરીને અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ મળે છે.
  • વર્ષ- 2020 ની થીમ: MY VOICE, OUR EQUAL FUTURE.
  • વર્ષ- 2021 ની થીમ: DIGITAL GENERATION, OUR GENERATION.
  • રાષ્ટ્રીય બાલિકા દિવસ: 24 જાન્યુઆરી
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: 8 માર્ચ

આ પણ વાંચો : આજે પીએમ મોદીનો વતનમાં ત્રીજો દિવસ, જામકંડોરણા બાદ અમદાવાદમાં કાર્યક્રમ, એક જ સપ્તાહમાં ફરી આવશે ગુજરાત

વિશ્વ બાલિકા દિવસની વિશેષ ગાંધીનગર ખાતે વિશેષ ઉજવણી

‘આઝાદિકા અમૃત મહોત્સવ’ નિમિત્તે 11 ઓક્ટોબરના આજરોજ ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સહયોગથી યોજાનાર આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રી મનીષાબેન વકીલના નેજા હેઠળ નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘સુરક્ષિત સ્થાન કિશોર સંસાધન કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવશે, આ કાર્યક્રમમાં રાજ્યના 22 જિલ્લાઓમાં સખી મેળાઓનું ઈ-લોન્ચિંગ અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીનીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ મંત્રીના હસ્તે કરવામાં આવશે જેમાં પંચાયતી રાજ સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે.

Back to top button