ગુજરાતટોપ ન્યૂઝ

આજે પીએમ મોદીનો વતનમાં ત્રીજો દિવસ, જામકંડોરણા બાદ અમદાવાદમાં કાર્યક્રમ, એક જ સપ્તાહમાં ફરી આવશે ગુજરાત

Text To Speech
  • વડાપ્રધાન આજે સિવિલ કેમ્પસમાં 722 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • જામકંડોરણમાં જંગી સભા
  • 17 કે 18 ઓક્ટબરના ફરી આવી શકે છે ગુજરાત

વડાપ્રધાન મોદીના ત્રણ દિવસની ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે રાજકોટના જામકંડોરણામાં વડાપ્રધાન મોદીની આજે જાહેર સભા યોજાશે. વડાપ્રધાનના આગમનને લઈ જામકંડોરણા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કન્યા છાત્રાલય પાસે 55 વીઘાની જગ્યામાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. દોઢ લાખ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સભાસ્થળ પર 1200 ફૂટ લાંબા અને 400 ફૂટ પહોળા ડોમ તૈયાર કરાયા છે. આ ડોમમાં 40 ફૂટ લાબું અને 60 ફૂટ પહોળું AC સ્ટેજ તૈયાર કરાયું છે.

આ પણ વાંચો : ભૂતકાળમાં ગુજરાતનું બજેટ હતુ તેનાથી વઘારે રકમના આજે શિલાન્યાસ કર્યા: PM Modi

અમદાવાદમાં પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી ઓક્ટોબરના મંગળવારે બપોરે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે 722 કરોડની આરોગ્ય સેવાઓનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, અસારવા ખાતે રૂ. 418 કરોડના ખર્ચે બનેલી કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, મેડિસીટીમાં 140 કરોડના ખર્ચે નિર્મિત કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરશે, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં 71 કરોડના ખર્ચે નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ ઉપરાંત હૃદયની અદ્યતન સારવાર માટે 54 કરોડના આધુનિક મશીનોનું લોકાર્પણ તેમજ 39 કરોડના ખર્ચે રૈન બસેરા બિલ્ડિંગનું ખાત મૂહુર્ત કરશે.

ચૂંટણી જાહેરાત પહેલાં ફરી આવશે ગુજરાત

જામકંડોરણા બાદ બપોરે અમદાવાદમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું લોકાપર્ણ કર્યા બાદ તેઓ મધ્યપ્રદેશના ઈન્દોર જવા રવાના થશે. સપ્તાહ બાદ તેઓ ફરીથી ગુજરાત આવશે. જેમાં 18મી ઓક્ટોબરથી અહીંના મહાત્મા મંદિરમાં, અમદાવાદ સ્થિત સાબરમતિ રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સ્પો- 2022નો આરંભ થઈ રહ્યો છે. તેના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી 17 કે 18મી ઓક્ટોબરે ફરીથી ગુજરાત આવશે. 22મી ઓક્ટોબર સુધી યોજનારા આ એક્સ્પોનું આયોજન અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત પોરબંદરના નેવી હેડક્વાટર્સ ખાતે પણ થયુ છે.

આ પણ વાંચો : ગોપાલ ઇટાલિયાએ PM મોદી માટે બોલેલા અપશબ્દો ગુજરાતીઓના દિલમાં તીરની જેમ ખૂંચ્યા : ગોરધન ઝડફિયા

Back to top button