નાગરિકોની સુવિધામાં વધારો, ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલીનો આરંભ
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન જેવી સુવિધાનો પ્રારંભ ચાંદખેડા રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યો છે. જેમાં રેલવેની ટિકિટ બુકીંગ સરળતાથી યાત્રીઓ કરી શકે તે હેતૂથી આજે ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાવી (પીઆરએસ)નો શુભારંભ કરવામાં આવ્યો છે.
ચાંદખેડા, ડિ-કેબીન સહિત આસપાસના વિસ્તારોના લોકોને ફાયદો થયો
આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (પીઆરએસ) ચાલુ થવાથી ચાંદખેડા, ડિ-કેબીન સહિત આસપાસના વિસ્તારોના લોકોને રેલવે રિઝર્વેશન કરાવવા માટે દૂર જવુ નહિં પડે. આ પ્રસંગે રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર, વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (સમન્વય) અને અન્ય રેલવે અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.