એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિદ્યા સહાયકોની થશે ભરતી, સરકારની મહત્વની જાહેરાત

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક ટ્વીટ પણ કર્યું છે. જેમા આ જાહેરાત અંગે માહિતી આપવામાં આવી છે.

રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. ધોરણ 1થી 5 માં 1000 અને ધોરણ 6થી 8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5 ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમાં ધોરણ 1થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

Back to top button