ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC એવોર્ડમાં હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ

Text To Speech

ભારતે તાજેતરમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં 1999 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી હતી. તેણે બેટથી હંગામો મચાવ્યો હતો.

Harmanpreet Kaur
Harmanpreet Kaur

ICC એવોર્ડમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ICCએ સપ્ટેમ્બર મહિના માટે ‘ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ’ની જાહેરાત કરી હતી. જ્યાં ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચી દીધો. હરમનપ્રીતે ‘ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ’નો એવોર્ડ જીત્યો હતો. આ ખિતાબ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.

Harmanpreet Kaur
Harmanpreet Kaur

ભારતે તાજેતરમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં 1999 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી હતી. તેણે તે શ્રેણીમાં 3 મેચમાં કુલ 221 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં અણનમ 74 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તે 143 રન બનાવીને અણનમ રહી હતી.

Harmanpreet Kaur
Harmanpreet Kaur

પાકિસ્તાનના રિઝવાને જીત્યો આ એવોર્ડ

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને મહિનાનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. રિઝવાને પહેલીવાર આ એવોર્ડ જીત્યો છે.

Pakistan opener Mohammad Rizwan
Pakistan opener Mohammad Rizwan

રિઝવાન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે છેલ્લી 10 T20 મેચમાં 553 રન બનાવ્યા છે. સપ્ટેમ્બરમાં તેની સરેરાશ 69.12 હતી. એશિયા કપ બાદ ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટી20 શ્રેણીમાં રનનો વરસાદ થયો હતો.

Back to top button