ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં બંધના એલાન દરમિયાન થયેલ લાઠી ચાર્જ મામલે વકીલ સુભાષ ઠક્કર દ્વારા DSP સામે નોંધાવી ફરિયાદ

Text To Speech
  • ડીસાના વકીલ સુભાષ ઠક્કરે હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ નોંધાવી

પાલનપુર : ડીસા શહેરમાં લવ જેહાદ અને ધર્માંતરણ મામલે થોડા દિવસ અગાઉ અપાયેલા બંધના એલાન દરમિયાન નીકળેલી રેલી પર પોલીસે કરેલા લાઠીચાર્જ માં અનેક લોકો ઘવાયા હતા. જે મામલે ડીસાના એડવોકેટ દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સામે હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડીસામાં માળી સમાજના પરિવારની યુવતીને વિધર્મી યુવક દ્વારા લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી તેના પરિવારને પણ વશમાં કરી ધર્માંતરણ કરાવવાના મુદ્દે ગત તા.3 સપ્ટેમ્બરના રોજ હિન્દુવાદી સંગઠનો દ્વારા ડીસા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું . આ દરમિયાન રેલીની પણ મંજૂરી માંગવામાં આવી હતી .જેમાં સમગ્ર ડીસા શહેર બંધ રહ્યું હતું અને રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા.જોકે રેલી હીરા બજાર પહોંચી તે સમયે પોલીસ દ્વારા અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો ઘવાયા હતા.

યુવક-humdekhengenews
રેલી દરમિયાન થયેલ લાઠી ચાર્જમાં ઘવાયેલો યુવક

આ મામલે ડીસાના એડવોકેટ સુભાષ ઠક્કર દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત રેલીમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ સામે હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, રેલીની મંજૂરી લેવાઇ હતી અને ધર્માંતરણ બાબતે આ એક આક્રોશ રેલી હતી.

જેથી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અગાઉથી વોટર કેનન તેમજ ટીયર ગેસ સેલની વ્યવસ્થા કરવી જોઈતી હતી. જોકે પોલીસે આવી કોઈ વ્યવસ્થા ન કરી રેલીમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લઈ રહેલા લોકો પર ઓચિંતો લાઠીચાર્જ કર્યો હતો. જો કોઈ ટોળું માહોલ ખરાબ કરશે તેવી પોલીસને દહેશત હોત તો પહેલા વોટર કેંનનથી પાણીનો મારો ચલાવી અથવા ટીયર ગેસ છોડીને ટોળાને વિખેરી શકતા હતા.

પરંતુ પોલીસે સીધે સીધો લાઠીચાર્જ કર્યો હતો. જેમાં અનેક લોકો ઘવાયા હતા જેથી લોકશાહીમાં પોલીસનું આ પગલું યોગ્ય નથી. જેથી જવાબદાર જિલ્લા પોલીસવડા સામે તેમજ રેલીમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ સામે હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બેડામાં મોટા ફેરફાર, અધિકારીઓની તાત્કાલિક અસરથી કરવામાં આવી બદલી

Back to top button