વર્લ્ડ

યુક્રેન સાથેના યુદ્ધમાં પુતિનની સેના તબાહ, સાત મહિનામાં જ 62000 સૈનિકોના માર્યા ગયા

Text To Speech

યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધને સાત મહિના થઈ ચુકયા છે. રશિયા-યુક્રેન સંકટમાં અત્યાર ઘણા બધા સૈનિકો માર્યા ગયા છે. યુક્રેન તેની સૂઝ બુજને કારણે પુતિનની મહાકાય સેનાનો ખાત્મો બોલાવી દીધો છે. અને યુક્રેનને જીતવા ધમપછાડા કરતા પુતિનને માત્ર નાકામયાબિ હાથ લાગી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ યુક્રેને રશિયાના 62000 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે.

62000 જેટલા સૈનિકોના ગુમાવ્યા

યુક્રેને હવે દાવો કર્યો છે કે, માત્ર સાત મહિનામાં જ રશિયા પોતાના અકલ્પનીય છે 62000 જેટલા સૈનિકોના ગુમાવ્યા છે. આ ઘણા આમ લોકો પણ માર્યા ગયા છે અને જો તે આંકડો ભેગો કરવામાં આવે તો વિચારી પણ ન શકાય તેટલા લોકો રશિયાની આ તબાહીમાં તબાહ થઈ ગયા છે. ત્યારે યુક્રેને રશિયાને જે નુકસાન ઉઠાવવુ પડયુ છે તેના આંકડા જાહેર કરતા જણાવ્ય઼ુ હતુ કે રશિયાની આ તબાહી એ તેમના જ લોકોના જીવન તબાહ કરી નાખ્યાં અને લગભગ 62000 થી પણ વધુ સૈનિકો પોતાની મૂર્ખતાને કારણે ખોઈ બેઠું છે

રશિયા ભારે શસ્ત્રોના ઉપયોગમાં 2478 ટેન્ક તબાહ
યુક્રેનનો દાવો છે કે, રશિયાના 2478 ટેન્ક વોરમાં તબાહ થયા છે.5129 બખ્તરિયા વાહનો તેમજ 1463 તોપોને અમે યુધ્ધમાં નષ્ટ કરી છે.રશિયાના 346 મલ્ટીપલ રોકેટ લોન્ચર, 266 ફાઈટર જેટસ, 235 હેલિકોપ્ટરો તથા 1091 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.

રશિયાની 246 ક્રુઝ મિસાઈલ્સ નષ્ટ કરી
જોકે યુક્રેને પોતાની ખુવારી કે નુકસાનના આંકડા જાહેર નથી કર્યા.યુક્રેને સાથે સાથે દાવો કર્યો છે કે, સાત મહિનામાં રશિયાની 246 ક્રુઝ મિસાઈલ્સ નષ્ટ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, યુક્રેનના તબાહ કરવામાં અને રાજધાની કીવ સહિતના દેશના વિવિધ શહેરોમાં ખાના ખરાબી નોતરવામાં રશિયાની ક્રુઝ મિસાઈલ્સનો મોટો રોલ રહ્યો છે.
યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે, રશિયાના 15 યુધ્ધ જહાજો અને 3888 ફ્યુલ ટેન્કને પણ અમે ખતમ કરી દીધા છે.જોકે રશિયા તરફથી પોતાના કે યુક્રેનના કોઈ આંકડા જાહેર કરાયા નથી.

આ પણ વાંચો: રશિયાએ યુક્રેન પર 75 મિસાઈલથી કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસ પણ ઉડાવી ?

Back to top button