ફૂડહેલ્થ

વઘારમાં સુકા લાલ મરચાનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન! વધુ ખાવાથી થઈ શકે છે આ બિમારીઓ

Text To Speech

ભારતને મસાલાનો દેશ પણ કહેવામાં આવે છે. કારણ કે વર્ષોથી પોતાના મસાલાઓને કારણે ભારત વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર છે. આપણા દેશમાં પણ લોકોને મસાલેદાર ભોજન ખૂબ જ પસંદ હોય છે. પરંતુ આમાંથી કેટલીક વસ્તુઓનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. આવો જ એક મસાલો છે લાલ મરચું. જે આખુ કે પાઉડર ગમે તે રીતે ખાવામાં આવે પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વધુ પડતા લાલ મરચા ખાવાના ગેરફાયદા : લાલ મરચું ખૂબ જ લોકપ્રિય મસાલો છે કારણ કે જો તેને કોઈપણ રેસિપીમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ વધે છે. દાળ અને કઢી સહિતની ઘણી વાનગીઓ મરચાના તડકા વગર અધૂરી લાગે છે. જો કે તેના પાવડરનો ઉપયોગ વધુ થાય છે. પરંતુ જો તમે આ મસાલાનું વધુ પડતું સેવન કરો છો, તો ઘણા રોગો થઈ શકે છે.

ઝાડા : વધારે પડતું લાલ મરચું ખાવાથી વારંવાર ડાયેરિયા પણ થઈ શકે છે. તે આપણા પેટ માટે બિલકુલ સારું નથી. તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. સામાન્ય રીતે, જ્યારે આપણે મસાલાને ડીપ ફ્રાય કરીએ છીએ, ત્યારે તે પેટના અંદરના ભાગમાં ચોંટી જવાથી સમસ્યા ઊભી કરે છે.

એસિડિટી : લાલ મરચું પાચનની સમસ્યાનું કારણ બની શકે છે. આનાથી પેટમાં એસિડિટી થઈ શકે છે, સાથે જ કેટલાક લોકો હાર્ટબર્નની ફરિયાદ પણ કરે છે. જો તમને આવી સમસ્યા હોય તો તરત જ લાલ મરચાનું સેવન બંધ કરી દો.

પેટમાં અલ્સર : સામાન્ય રીતે ડોક્ટરો લાલ મરચાં ઓછા ખાવાની સલાહ આપે છે કારણ કે તેનાથી પેટમાં અલ્સર થવાનો ડર હંમેશા રહે છે. ખાસ કરીને મરચાંનો પાવડર ખૂબ જ ખતરનાક છે. તેના કણો પેટ અને આંતરડામાં ચોંટી જાય છે અને અલ્સરનું કારણ બને છે.

Back to top button