અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: બેવડી ઋતુના કારણે શરદી-ઉધરસના કેસમાં 40 ટકાનો વધારો

Text To Speech

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. જોકે રાજ્યમા બેવડી ઋતુનો એહસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળે છે તો બપોરના સમયે ગરમી તો ક્યારેક વરસાદ પડતા બેવડી સિઝન અનુભવાઇ રહી છે. ત્યારે આવી ડબલ સિઝનને કારણે ગુજરાતમાં એક સપ્તાહમાં શરદી-ખાંસીથી લઈને વાઈરલ ફિવરના કેસમાં વધારો થઈ રહ્યો છે.

શરદી-ખાંસીના કેસમાં ૪૦ટકા સુધીનો વધારો

છેલ્લા એક સપ્તાહમાં જ શરદી-ખાંસીના કેસ ૪૦ ટકા વધ્યા છે. અમદાવાદમાં હાલ રાત્રિનું લઘુતમ તાપમાન 20થી 25 ડિગ્રીની આસપાસ હોય છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી વધી ગયું છે. આમ, મિશ્ર ઋતુથી વાયરલ ફિવરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોના મતે છેલ્લા એક સપ્તાહથી વાયરલ ફિવર, શરદી-ખાંસીના દર્દી વધી ગયા છે તેમજ વાયરલ તાવના કારણે ગળામાં દુઃખાવો, ગળામાં ખરાશ, શરદી-ખાંસી સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે છેલ્લા સપ્તાહમાં આવા કેસમાં 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

બેવડીઋતુની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર

સતત બદલાતા હવામાન અને બેવડીઋતુને કારણે તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે. બિમારીઓ અચાનક જ વધી ગઇ છે. ત્યારે ચોમાસા બાદ શિયાળાની ઋતુનુ આગમન થઈ રહ્યુ છે જેના લીધે હવે સવારે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે તેમજ બપોરે ગરમી લાગે છે તો કોઈ વાર વરસાદ પડતો હોય છે. આવી બદલાતી સિઝનમાં ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જતી હોય છે. જેના કારણે શરદી,ખાંસી-ઉધરશ સહિત કફની તકલીફો વધી જાય છે તો સાથે સાથે તાવના દર્દીઓ પણ આ સિઝનમાં વધે છે.

આ પણ વાંચો:બેવડી ઋતુના માહોલ વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ વરસ્યો, ત્રણ દિવસ સતત વરસાદની આગાહિ

Back to top button