માં અંબાના પાવનધામમાં શરદ પૂર્ણીમાના પાનવ અવસરે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણીમાના પાનવ અવસરે માતાજીની આરતીમાં લાખો લોકો જોડાયા છે. ઐતિહાસિક ક્ષણ કહી શકાય તેવી આરતીનો લાભ લોકોને મળ્યો છે. અંબા માતાજીના ચાચર ચોકમાં આ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આરતીનો વીડિયો જોવા અહી ક્લિક કરો : https://www.facebook.com/sanghaviharsh/videos/1531354213949185/
હજારો દિવાળાઓ પ્રગટાવી માતાજીની આરતી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બોલ મારી અંબે જય જય અંબેના બોલ સાથે સંબોધન કર્યું છે. તેમજ સર્વ માઇ ભક્તોનું હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતુ. તેમજ આવનારા સમયમાં આ રીતે જ મહા આરતીનું આયોજન કરવાનું છે તેમ જણાવ્યું હતુ. તથા દરેક ઘરેથી દિવળા લાવી માતાજીને આરતી કરશે તેમ પણ જણાવ્યું હતુ.