નેશનલ ગેમ્સ 2022 : મંગળવારે મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે ”ગોલ્ડ” માટે ફાઈનલ જંગ
રાજકોટમાં નેશનલ ગેમ્સ હોકી સ્પર્ધામાં મહિલાઓની સેમી ફાઈનલ હરિયાણા અને ઝારખંડ વચ્ચે રમાયેલી હતી. જેમાં પ્રથમ મેચમા હરિયાણા ૦૫ – ૦૨ ગોલ સાથે ફાઇનલમાં પહોંચ્યું છે. જયારે બીજો મેચ મધ્યપ્રદેશ અને પંજાબ વચ્ચે રમાયેલો હતો. જેમાં પંજાબ ટીમે ૦૨ – ૦૧ ગોલ સાથે મધ્યપ્રદેશને પરાસ્ત કરી ફાઈનલ મેચમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. હવે મંગળવારે આ બંને ટીમો વચ્ચે ગોલ્ડ માટે ફાઈનલનો જંગ થવાનો છે.
આ પણ વાંચો : Breaking News : કેજરીવાલ સરકારના વિવાદિત મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું લેવાયું રાજીનામું
શું હતી મેચની સ્થિતિ ?
પ્રથમ મેચમાં હરિયાણાની આંતરરાષ્ટ્રીય ખેલાડી રાની રામપાલે બે ફિલ્ડ ગોલ, બે પેનલ્ટી ગોલ અને એક પેનલ્ટી સ્ટ્રોક ગોલ સાથે પાંચ ગોલ, જયારે ઝારખંડ વતી સંગીતકુમારી અને સલીમા રેરેએ એક-એક ગોલ સાથે બે ગોલ નોંધાવ્યા હતાં. બીજી સેમિફાઇનલ મેચમાં પંજબની કેપ્ટન ગુરજીત કૌરે અને એમ.પી.ની ટીમના કેપ્ટન ઇશિકા ચૌધરીએ એક- એક ગોલ કરતા મેચ બરોબરી બાદ છેલ્લી મિનિટોમાં એટેક કરતા લાલરેમિસમીએ ફિલ્ડ ગોલ્ડ નોંધાવી ૦૨-૦૧ થી મધ્યપ્રદેશ સામે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તા. ૧૧ મી ના રોજ હરિયાણા અને પંજાબ વચ્ચે ગોલ્ડ માટે ફાઈનલ જંગ ખેલાશે.
આ પણ વાંચો : મોબાઈલ સીમ 5G માં અપગ્રેડ કરવાના નામે થાય છે ઠગાઈ, જાણો રાજકોટ પોલીસે શું કહ્યું ?