ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રાંચીમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારત સામે 279 રનનો લક્ષ્યાંક આપ્યો. તેમનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા આ મેચમાં નથી રમી રહ્યો. તેમની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટન છે. ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ભારત તરફથી ડેબ્યૂ કરવાની તક મળી છે. ટીમ ઈન્ડિયા શ્રેણી બરોબરી કરવા ઉતરી છે. લખનૌમાં પ્રથમ વનડે જીતીને દક્ષિણ આફ્રિકા 1-0થી આગળ છે. તેની નજર શ્રેણીમાં અજેય લીડ પર છે.
દક્ષિણ આફ્રિકાએ 278 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 278 રન બનાવ્યા હતા. સિરાજે છેલ્લી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા અને કેશવ મહારાજની વિકેટ પણ લીધી. સિરાજના શાનદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ છેલ્લી પાંચ ઓવરમાં માત્ર 26 રન આપ્યા અને બે વિકેટ પણ લીધી. ડેથ ઓવરોમાં ખરાબ બોલિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલી ભારતીય ટીમ માટે આ રાહતના સમાચાર છે.
આ પણ વાંચો : Breaking News : કેજરીવાલ સરકારના વિવાદિત મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું લેવાયું રાજીનામું