ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી શરુ થયેલી 36મી નેશનલ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે થઇ રહ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો. અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાતે કોઈ કસર છોડી નથી.
તેમજ દેશભરના 5 હજારથી પણ વધું રમતવીરોએ આ ભાગ લોધો છે. 2022 ની આ ઇવેન્ટ ગુજરાતના આંગણે રમાય રહી છે. ત્યારે જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયાના નારા સાથે આજે આ 36મી નેશનલ ગેમ્સ ભાવનગર ખાતે યોજયી હતી .
9 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આજે વોલીબોલ અને ફૂટબોલ મેચ રમાયી હતી. જેમાં વિશેષ અતિથી તરીકે અશોક યાદવ આઈજી રેંજ ભાવનગર, અનીલ ચૌધરી જનરલ સેક્રેટરી, વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયા અને કોડીનારના સરખડી ગામ ખાતે વુમન્સ વોલીબોલ ટીમના પ્રણેતા એવા વરજણભાઈ વાળાની પણ વિશેષ જોવા મળી હતી. તેમજ નગીનભાઈ પટેલ, કે જેઓ વોલીબોલ એસોસિએશન અને કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ જે લાંબા સમયથી રમતગમત સાથે જોડાયેલા છે. તેઓ પણ હાજર રહ્યા હતાં અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ નેશનલ ગેમ્સમાં અત્યાર સુધીમાં ગુજરાત બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ ગુજરાતન ખાતે છે.