ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જુલુસમાં કરંટ લાગવાને કારણે નાસભાગ મચી ગઈ હતી, કરંટના કારણે 6 લોકોના ઘટનાસ્થેળ જ મોત થયા હતા. જુલુસનો ખુશીનો માહોલ દુર્ઘટનાના પગેલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો.
હાઈ ટેન્શન વાયરનો કરંટ લાગતા મોત
યુપીના ઓરાઈમાં ઈદ મિલાદુન્નબીના અવસર પર શનિવારે મોડી રાત્રે જશ્ને ચિરાગા દરમિયાન અકસ્માત થયો હતો. સરઘસમાં જોડાવા માટે ઈસ્લામિક ઝંડા લઈને આવેલા બે મિત્રો કરસન રોડ પર હાઈ ટેન્શન વાયર હેઠળ આવી ગયા હતા. 15 વર્ષીય ઉવૈસનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું જ્યારે 13 વર્ષીય ફહીમ ઉર્ફે કલ્લુની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કલ્લુની હાલત જોઈને ડોક્ટરોએ તેને ઝાંસી રીફર કરી દીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, જુલૂસ રાત્રે 2:00 વાગ્યે સમાપ્ત થયું ગયું હતું. પીડિતોના સંબંધીઓએ જણાવ્યું કે સવારે 4:00 વાગ્યાની આસપાસ આ છોકરાઓ પાઈપ લાગેલ લારીને પડોશી ગામમાં લઈ જતા હતા ત્યારે તેઓ હાઈ-ટેન્શન લાઈનની પકડમાં આવી ગયા હતા. એકબીજાને બચાવવા જતાં પાંચ લોકોના મોત થયા હતા. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, અકસ્માત અચાનક થયો અને તેમાં કોઈની ભૂલ નથી. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે.
CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
બહેરાઈચમાં બારાવફાતના જુલૂસ દરમિયાન કરન્ટ લાગતા 6ના મોત થયા છે. જે ઘટનાને લઈનો CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો: કાનપુરમાં મોટી દુર્ઘટના, ગંગામાં 6 ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, 5 લાપતા