બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ભારતીય ક્રિકેટર રિષભ પંત પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપી શક્યો નથી. તે સોશિયલ મીડિયા પર આડકતરી રીતે આ વાતો વ્યક્ત કરતી રહે છે. કથિત રીતે ઉર્વશી ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંતની તે એક્સ ગર્લફ્રેન્ડ છે. છેલ્લા બે મહિનામાં આ બંને વિશે ઘણા સમાચાર સામે આવ્યા છે. ક્યારેક ઉર્વશી, રિષભ પંતને ટોણો મારતી જોવા મળી હતી તો ક્યારેક રિષભ પણ તેને જવાબ આપતો જોવા મળ્યો હતો. આ બંને વચ્ચેનાં સંબંધોમાં અત્યાર સુધી ઘણાં ઉતાર ચઢાવ જોવા મળ્યાં છે.
આ પણ વાંચો : શહેનાઝ ગીલના પિતાને અજાણ્યા યુવકે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી
હાલમાં જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. રિષભ પંત પણ ટીમનો એક ભાગ છે. તેથી તે પણ ત્યાં છે અને હવે ઉર્વશી પણ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. તેનો સીધો મતલબ એ થાય છે કે ઊર્વશી એ રિષભ પંતને ફોલો કરે છે.
ઉર્વશીએ કરી પોસ્ટ : કેપ્શનમાં લખ્યું મારા પ્યારને ફોલો કરું છું
ઉર્વશીએ આજે વહેલી સવારે તેના ઇન્સ્ટાગ્રામ પર છ જેટલી પોસ્ટ કરી હતી. તેમાંથી બે ફોટોમાં તે ફ્લાઇટમાં જોવા મળી હતી, બે પોસ્ટમાં તેણે શાયરી સાથેની તસવીર શેર કરી છે અને આ સાથે જ તેણે બે વીડિયો પણ શેર કર્યા છે. જેમાં ઉર્વશીએ જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે.
View this post on Instagram
ખુદ ઉર્વશીએ શેર કરેલી તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે તેનાં પ્યારને ફોલો કરીને તે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે. આ કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ભારતીય વિકેટકીપર રિષભ પંત ત્યાં હોવાને લીધે ગઈ છે. આ સિવાય ઉર્વશીએ એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ” कोई इतना बेदर्द कैसे बन जाए कि किसी की तड़प पर किसी को तरस ही ना आए એટલે કે કોઈ આટલું નિરર્થક કેવી રીતે બની શકે કે કોઈને કોઈની તડપ પર દયા જ ન આવે..!!” જ્યારે બીજી પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે,” आईना आज फिर रिश्वत लेता पकड़ा गया, दिल में दर्द था और चेहरा हंसता हुआ पकड़ा गया એટલે કે આજનો અરીસો પછી. તે લાંચ લેતા પકડાયો હતો, હૃદયમાં દર્દ હતો અને ચહેરો હસતો પકડાયો હતો.
ઉર્વશીની આ દર્દભરી શાયરીઓ વાંચ્યા બાદ પંતના ચાહકોએ ફની કમેન્ટ્સ કરી હતી. કેટલાકે લખ્યું હતું કે તે ઋષભ પંતને મિસ કરી રહ્યો છે તો કેટલાકે લખ્યું કે રિષભને આટલો અન્યાય ન કરવો જોઈએ. તેણે ઉર્વશી સાથે વાત કરવી જોઈએ.
પહેલાં એશિયા કપમાં, હવે T-20 વર્લ્ડ કપમાં
ઉર્વશીએ થોડા દિવસો પહેલા પંતનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું હતું તેને પંતને ‘મિસ્ટર આરપી (RP), ‘છોટુ ભૈયા’ કહ્યો હતો. આ પછી ઉર્વશી એશિયા કપ દરમિયાન UAEમાં પણ જોવા મળી હતી. તે દરમ્યાન ઉર્વશી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી. તે પછી તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પંતની માફી માંગતી જોવા મળી હતી. જોકે, બાદમાં તેણે તે વીડિયોની પુષ્ટિ કરી ન હતી. UAE બાદ ઉર્વશી હવે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે, તેથી હવે રિષભ પંત અને ઉર્વશીનાં સંબંધોની ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે.