દર વર્ષે 9 ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ઈ.સ. 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે સુપરફાસ્ટ કમ્યુનિકેશન અને 5G ટેક્નોલોજીના યુગમાં જીવીએ છીએ. પત્રલેખનની કળા દિવસે ને દિવસે વિસરાતી જાય છે. હવે ટેલિગ્રામ, પોસ્ટકાર્ડ અને મનિઓર્ડર ભૂતકાળ બની ગયા છે.
આ પણ વાંચો : વિશ્વ પોસ્ટ દિવસ : જાણો શું છે ભારતનો ઐતિહાસિક ટપાલ ઈતિહાસ
ગુજરાતનાં આ ટોપ 5 જીલ્લામાં આટલી પોસ્ટઓફિસ છે કાર્યરત્
આજનાં દિવસે પત્રલેખન અને પોસ્ટ ઓફિસની વાત કરીએ તો, વિશ્વભરમાં ભારતમાંથી સૌથી વધુ 1.50 લાખથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે અને ભારતમાં અંદાજે 19101 જેટલાં પીન કોડ્સ છે. જ્યારે આ સંર્દભે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 8801 પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પૈકી સૌથી વધુ 580 પોસ્ટ ઓફિસ સાબરકાંઠામાં કાર્યરત્ છે. સૌથી વધુ પોસ્ટ ઓફિસ કાર્યરત્ હોય તેવા જિલ્લામાં ગાંધીનગર 517 સાથે બીજા, કચ્છ 493 સાથે ત્રીજા, સુરત 442 સાથે ચોથા અને વડોદરા 421 સાથે પાંચમાં સ્થાને છે.