પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના હેલિકોપ્ટરનું કરાવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા રાવલપિંડીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ શનિવારે ટ્વિટર પર એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાન ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન શહેરથી બનિગાલા જઈ રહ્યાં હતાં ત્યારે ટેક્નિકલ ખામીને કારણે હેલિકોપ્ટરને પાકિસ્તાનનાં રાવલપિંડીમાં આવેલાં અદિયાલા ગામમાં લેન્ડ કરવું પડ્યું હતું.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં આતંકવાદીઓએ મંત્રીઓ સહિત પ્રવાસીઓનું કર્યું અપહરણ, કરી આ માંગ
Awami leader @ImranKhanPTI! pic.twitter.com/BHpI9FkHZV
— Zia Ullah Bangash (@ZiaBangashPTI) October 8, 2022
ત્યારબાદ ઈમરાન ખાન રોડ માર્ગે ઈસ્લામાબાદ પાસેના તેમના નિવાસસ્થાને જવા રવાના થયા હતા.પૂર્વ વડાપ્રધાન ઈમરાન ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પૂર પીડિતોને ચેકનું વિતરણ કરવા ગયા હતા. ત્યારે પાછા ફરતી વખતે ઈમરાન ખાનના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તરત જ લેન્ડ કરવું પડ્યું હતું.
ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
આ ઘટનાના એક દિવસ પહેલા ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે 4 લોકો તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની સાથે કંઈપણ અણબનાવ બનશે તો આ કાવતરાખોરોના નામ દેશ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઈમરાન ખાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલી ખાતે એક રેલીને સંબોધિત કરતા આ દાવો કર્યો હતો.
પૂર્વીય પીએમે કહ્યું કે,“પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાઓ તેમના પર ધાર્મિક નફરતને ઉશ્કેરવા માટે નિંદા કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ આરોપ પાછળ શું રમત છે, તે હું નથી જાણતો, પરંતુ બંધ દરવાજા પાછળ બેઠેલા ચાર લોકોએ મને આ આરોપમાં મારી નાખવાનું નક્કી કર્યું છે, જો મને કંઈ થશે તો કાવતરાખોરોના નામ સાથેનો વીડિયો જાહેર કરવામાં આવશે.” તેવો આરોપ લગાવ્યો હતો.