રાજ્યમાં સતાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ગયા પછી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે.તેની સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 9 અને 10 ઓક્ટોબરના રોજ વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી બે દિવસ હજુ પણ વરસાદ થવાના એંધાણ છે. આ બધાની વચ્ચે વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી ઝાપટાના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. નોંધનિય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ જોવા મળશે
ગઈકાલે એટલે કે 08 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 હતું . તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 હતું. તેમજ આણંદમાં પણ વરસાદ થવાની શક્યતા છે. . જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં હળવા વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભેજવાળુ વાતાવરણ જોવા મળશે. ઉપરાંત ભરૂચમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કલાકો સુધી ન ઉપડતા એરપોર્ટમાં મુસાફરોનો હોબાળો
મધ્ય ગુજરાતના આ શહેરો જોવા મળશે વરસાદી માહોલ
બીજી તરફ છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ મહીસાગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ જોવા મળશે. જયારે મોરબીમાં દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. તો નર્મદામાં હળવા વરસાદની શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો અહી ભારે વરસાદ થવાની સંભાવના નથી. પરતું તાપીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.નવસારીની વાત કરીએ તો વરસાદની સંભાવના જોવ મળી રહી છે. તો પંચમહાલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. પાટણમાં દિવસ દરમિયાન વરસાદ હળવા વરસાદની સંભાવના છે. જયારે પોરબંદરમાં દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.