મુંબઈના તિલક નગર વિસ્તારમાં 13 માળની રહેણાંક ઈમારતમાં આગ લાગી છે. આગ બિલ્ડિંગના 12મા માળે લાગી છે, જેના કારણે આ બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયેલા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
Mumbai | Level 2 fire reported in the New Tilak Nagar area, near Lokmanya Tilak Terminal around 2:43pm. Fire tenders on spot. No loss of life has been reported yet: Mumbai Fire Brigade (MFB)
— ANI (@ANI) October 8, 2022
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ 12મા માળે સ્થિત ફ્લેટમાં શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે 13મા માળે લાગેલી આ આગને ઓલવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઈમારતમાં ઘણા લોકો ફસાયેલા છે. જો તમે બિલ્ડિંગના વિઝ્યુઅલ્સ જોશો, તો તમને ખબર પડશે કે ઘણા લોકો હાથ હલાવીને બચાવ માટે વિનંતી કરી રહ્યા છે.
Mumbai | Fire broke out in a residential building in the New Tilak Nagar area. Fire tenders on spot.
The fire has been declared level 2. No loss of life has been reported yet: Mumbai Fire Brigade (MFB) pic.twitter.com/HBZ9uVXJpc
— ANI (@ANI) October 8, 2022
મુંબઈ ફાયર બ્રિગેડે શું કહ્યું?
મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, તેમની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડે કહ્યું કે અમે આ બિલ્ડિંગમાં લાગેલી આગને ફાયર લેવલ 2નો દરજ્જો આપ્યો છે અને હજુ સુધી આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. જે એક સારા સમાચાર છે.