શહેનાઝ ગીલના પિતાને અજાણ્યા યુવકે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી
બિગ બોસની ભૂતપૂર્વ કંટેસ્ટન અને અભિનેત્રી શહનાઝ ગિલના પિતા સંતોંખસિંહ સુખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શહેનાઝના પિતાને કોઈ અજાણ્યા યુવકનો ફોન આવ્યો હતો જેણે તેના પિતાને દિવાળી પહેલા ઘરમાં ઘુસીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ સંતોખસિંહના ફોન પર વિદેશી નંબર પરથી કોલ આવ્યો હતો. જ્યારે તેમણે ફોન રિસીવ કર્યો ત્યારે ફોન પર યુવકે ગાળો ભાડી હતી, જે પછી દિવાળી પહેલા ઘરમાં ઘુસીને જાનથી મારી નાખવાની ધમકી આપી. શહેનાઝના પિતા સંતોંખસિંહ સુખે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
શહનાઝના પિતા પર અગાઉ પણ હુમલો થયો હતો.
આ પહેલીવાર નથી જ્યારે શહેનાઝના પિતા સંતોંખસિંહ સુખને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તેમના પેહલા પર અનેક વખત જીવલેણ હુમલા થયા છે. 2021માં તેના પર બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. બંને હુમલાખોરોએ સંતોંખ સિંઘ પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે બચી ગયા હતા. હુમલાના થોડા દિવસ પહેલા જ સંતોંખ સિંહ ભાજપમાં જોડાયા હતા.
કારમાં ચાર ગોળીઓ હતી –
આ બનાવ અંગે સંતોખે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. સંતોંખે પોલીસને જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તે અમૃતસરથી બિયાસ જઈ રહ્યા હતા. રસ્તામાં તે બાથરૂમ જવા નિકળી ગયાને તેમની કાર ગુરુદાસપુરિયાના ઢાબા પાસે રોકાઈ હતી. આ દરમિયાન બે બાઇક સવાર તેમની કાર પાસે પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સંતોંખના ગનર્સ તેમને બચાવવા દોડી આવ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસને આપેલા નિવેદનમાં સંતોખે કહ્યું કે ચાર ગોળીઓ તેની કારને વાગી હતી.
આ પણ વાંચો: ફિલ્મ ‘આદિપુરુષ’નાં વિવાદો વચ્ચે ડિરેક્ટર ઓમ રાઉતે અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ને લઈને આપ્યું મોટું નિવેદન