mRNA વેક્સિન કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારે છે, આ વ્યક્તિઓએ રસી લેતા પહેલા લેવી સલાહ
કોવિડના ફેલાતા વાઈરસને અટકાવી શરીરને રક્ષણ આપવા તેમજ શરીરમાં ઇમ્યુનિટી જાળવી રાખવા માટે ઉપયોગી છે. ત્યારે કોરોનાની રાઈબોઝ ન્યૂક્લિક એસિડ (mRNA) વેક્સિનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે, mRNAથી હૃદય સબંધી મૃત્યુનું જોખમ વધી રહ્યું છે. ત્યારે હૃદય સંબંધિત અમુક બિમારીઓ ધરાવતા લોકોએ આ ડોઝ લેતા પહેલા તેમના ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. ફ્લોરિડાના સર્જન જનરલ ડૉ. જોસેફ એ જણાવ્યું હતું કે, “COVID-19 mRNA રસીઓ પર એક વિશ્લેષણ બહાર પાડ્યું છે જેના વિશે લોકોને જાગૃત કરવા જરૂર છે. ત્યારે આ વિશ્લેષણ દર્શાવે છે કે આ રસી લેવાથી 18-39 વર્ષના પુરુષોમાં કાર્ડિયાક સંબંધિત મૃત્યુનું જોખમ વધે છે.
કાર્ડિયાક સ્થિતિ ધરાવતા લોકોએ રસી લેતા કાળજી રાખવી
તેમણે કહ્યું કે, માયોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ જેવી પહેલાથી અસ્તિત્વમાં રહેલી કાર્ડિયાક સ્થિતિ ધરાવતા લોકોએ રસી લેતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દવા અથવા રસીની સલામતી અને અસરકારકતાનો અભ્યાસ એ જાહેર આરોગ્યનો એક મહત્વપૂર્ણ ઘટક છે. mRNAએ વેક્સિન સંબંધિત સલામતી પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે અને ઘણા લોકોની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. ભારતમાં પુણે સ્થિત જેનોવા બાયો ફાર્માસ્યુટિકલ કંપની તરફથી mRNA વેક્સિન GEMCOVAC-19ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. mRNA વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવી શકાય છે.
18-39 વર્ષની વયના પુરુષોમાં હ્રદય રોગનું પ્રમાણ વધુ
સ્ટેટ સર્જન જનરલ જોસેફે જણાવ્યું હતું કે, વેક્સિન લેનારા સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ વેક્સિન કે દવા કેટલી સુરક્ષિત છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં સુરક્ષાનો ભંગ થયો છે. રસી વિશેની આ મહત્વપૂર્ણ માહિતી ફ્લોરિડાના લોકો સુધી પહોંચવી જોઈએ. તેમજ અભ્યાસમાં mRNA રસીકરણ પછી 28 દિવસની અંદર 18-39 વર્ષની વયના પુરુષોમાં કાર્ડિયાક સંબંધિત મૃત્યુની સંબંધિત ઘટનાઓમાં તીવ્ર 84% વધારો જોવા મળ્યો છે.
રસી લેવા માટે કોણે સાવચેત રહેવું જોઈએ?
મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ જેવી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી કાર્ડિયાક સ્થિતિ ધરાવતા દર્દીઓએ રસીકરણ કરાવતી વખતે વધુ સાવધ રહેવું જોઈએ અને તેમના તબીબ કે સ્પેશિયલ ડોક્ટરની સાથે તેની ચર્ચા કરવી જોઈએ. કોવિડ-19 સામે ઉચ્ચ સ્તરની વૈશ્વિક પ્રતિરક્ષા સાથે, રસીકરણનો લાભ આ વયજૂથના પુરુષોમાં હૃદય સંબંધિત મૃત્યુના અસાધારણ ઊંચા જોખમથી વધી જાય છે. બિન-mRNA રસીમાં આ રીતે હ્રદય રોગના વધતા જોખમો જોવા મળ્યા નથી.
આ પણ વાંચો: અચાનક આવતા હાર્ટ એટેકમાં બસ આટલુ કરી લો