નેશનલ

એરફોર્સ ડે પર IAF ને મળી નવી બ્રાન્ચ અને યુનિફોર્મ : સરકારને 3400 કરોડ રૂપિયાની બચત થશે.

Text To Speech

આજે ભારતીય વાયુસેના દિવસ છે. આજે વાયુસેના દિવસની ઊજવણી ચંદીગઢ ખાતે કરવામાં આવી હતી. આ દરમ્યાન એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાયુસેના દિવસની ઊજવણી  નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. આજે ભારતીય વાયુસેનાએ ઊજવણી દરમ્યાન નવી ઓપરેશનલ શાખાનું અને સૈનિકો માટે નવો યુનિફોર્મનું લોન્ચિગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 8 ઓક્ટોબર : આઝાદી પૂર્વેથી ઉજવવામાં આવતો ભારતીય વાયુસેના દિવસ

Air Chief Officer - Hum Dekhenge News

IAF ને નવી ઓપરેશનલ શાખા માટે મળી મંજૂરી : સરકારના 3400 કરોડ રુપિયાની થશે બચત

ભારતીય વાયુસેનાને નવી ઓપરેશનલ શાખા માટે મળી મંજૂરી છે. વાયુસેનાની આ ચોથી શાખા સરકારના 3400 કરોડની બચત કરશે. વાયુસેનાની નવી બ્રાન્ચનાં ફાયદા વિશે એર ચીફ માર્શલે કહ્યું હતું કે,આઝાદી પછી પહેલીવાર એરફોર્સ માટે નવી ઓપરેશનલ બ્રાન્ચ બનાવવામાં આવી રહી છે અને સરકારે પણ આ માટેની મંજૂરી આપી દીધી છે. નવી બ્રાન્ચ બનવાથી ફ્લાઈંગ ટ્રેનિંગનો ખર્ચ પણ ઘટી જશે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, વેપન સિસ્ટમ્સ બ્રાન્ચ, સપાટીથી સપાટી પર છોડાતી મિસાઈલો, સપાટીથી હવામાં છોડાતી મિસાઈલો, રિમોટ પાઈલટ દ્વારા ઉડતા એરક્રાફ્ટ અને મલ્ટી-ક્રુ એરક્રાફ્ટનું સંચાલન કરશે.

વર્તમાન યુદ્ધની સ્થિતિ પર નજર કરીએ તો વાયુસેનાની ઉપયોગિતામાં આ સર્વોચ્ચ છે, તેથી આ નવી શાખા આર્મી અને નેવી સાથે સંકલન માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરશે. આ શાખામાં નવા વેપન સિસ્ટમ ઓપરેટર્સનો પણ સમાવેશ થશે, જેઓ ટ્વીન એન્જિન અથવા મુક્તિ ક્રૂ પ્લેન જેમ કે Su-30 MKIમાં ઉડાન ભરી શકશે.

એરફોર્સને મળ્યો નવો યુનિફોર્મ 

ભારતીય વાયુસેના દિવસની ઉજવણી દરમ્યાન એરફોર્સને નવો યુનિફોર્મ બહાર પાડ્યો છે. આ યુનિફોર્મની વિશેષતા એ છે કે તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોઈ પણ હવામાનમાં સૈનિકો માટે આરામદાયક રહેશે.

નવા યુનિફોર્મની ઘણી વિશેષતાઓ છે. ભારતીય વાયુસેનાનો નવો યુનિફોર્મ સેનાના યુનિફોર્મ જેવો જ છે. યુનિફોર્મની ડિજીટલ પેટર્ન તમામ વિસ્તારો માટે સ્વીકાર્ય છે. આનાથી સૈનિકોને રણ, પર્વતીય જમીન, જંગલ જેવા સ્થળોએથી સ્થળાંતર કરવું આરામદાયક રહેશે. આ યુનિફોર્મને એરફોર્સની સ્ટેન્ડિંગ ડ્રેસ કમિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

IAF અધિકારીના જણાવ્યા અનુસાર, “નવા IAF યુનિફોર્મના રંગો અને શેડ્સ થોડા અલગ છે, જે વાયુસેનાના કાર્યકારી વાતાવરણ માટે વધુ અનુકૂળ છે.” આ યુનિફોર્મ હળવા વજનના ફેબ્રિક અને ડિઝાઇનમાંથી બનાવવામાં આવ્યો છે, જે સૈનિકો માટે આરામદાયક છે. નવા કોમ્બેટ યુનિફોર્મમાં કોમ્બેટ ટી-શર્ટ, ફીલ્ડ સ્કેલ ડિસપ્ટિવ ટોપી, કોમ્બેટ બોની ટોપી, ડિસપ્ટિવ વેબ બેલ્ટ, એન્કલેટ કોમ્બેટ બૂટ અને મેચિંગ પાઘડીનો પણ સમાવેશ થાય છે.

ડિસેમ્બરથી શરૂ થશે  અગ્નિવીર વાયુની તાલીમ

આ દરમિયાન એર ચીફ માર્શલે એમ પણ કહ્યું કે IAF ડિસેમ્બર 2022માં પ્રારંભિક તાલીમ માટે 3000 અગ્નિવીર વાયુને સામેલ કરશે. તેમજ મહિલા અગ્નિવીરોને પણ આવતા વર્ષથી એરફોર્સમાં સામેલ કરવામાં આવશે.

Back to top button