ગુજરાત

રાજ્ય સરકારે વધુ એક સરકારી કર્મચારીઓની માંગણી સ્વીકારી, જીતુ વાઘાણી ટ્વિટ કરી આપી માહિતી

Text To Speech

રાજ્ય સરકાર સામે એક પછી એક આંદોલનનો અંત આવી રહ્યો છે ત્યારે વધુ એક સરકારી કર્મચારીઓની માંગણી સંતોષી લેવામાં આવી છે. મધ્યાહન ભોજન માટે કામ કરી રહેલી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળના કાર્યરત સંચાલકોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી.

રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત કર્મચારીઓના દિવાળી પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે. માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

આ પણ વાંચો : દ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત, શું આગામી દિવસની આગાહી ?

મધ્યાહન ભોજનમાં કાર્યરત કર્મચારીઓને રાહત

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

Back to top button