વર્લ્ડ

અમેરિકાના ઓહાયોમાં ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબાર, ત્રણ લોકો ઘાયલ

Text To Speech

અમેરિકાના ઓહાયોમાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર ફાયરિંગ થયું હતું. ત્રણ લોકોને ગોળી વાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ ઘાયલોની ઓળખ અને સ્થિતિ અંગે કોઈ માહિતી નથી.

અહેવાલો અનુસાર, ઓહાયોના ટોલેડોમાં વિટમેર હાઈસ્કૂલમાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મેચની એક વીડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં મેચ દરમિયાન ગોળીબારના અવાજ સંભળાય છે. જે બાદ વીડિયોમાં નાસભાગ જોવા મળી રહી છે.

એજન્સીઓ દ્વારા મળતી માહિતી 

કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું છે કે વ્હિટમેર હાઇસ્કૂલમાં ઘણા લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાં સ્ટેડિયમની બહાર ત્રણનો સમાવેશ થાય છે અને પાછળથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. એક અહેવાલ મુજબ, હાઈસ્કૂલના સ્ટેડિયમ પાસેના એક ખૂણામાં કારતુસ મળી આવ્યા હતા.

ફાયરીંગના કારણે રમતો રોકવામાં આવી

ગોળીબારની ઘટના સમયે વ્હિટમેર હાઈસ્કૂલ અને સેન્ટ્રલ કેથોલિક વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, જ્યારે તેને બંધ કરવામાં આવ્યો ત્યારે આઠ મિનિટની રમત બાકી હતી. વિડીયો ક્લિપમાં ગોળીઓનો અવાજ સંભળાતા કોમેન્ટેટર કહેતા સાંભળી શકાય છે કે “અમે બ્રેક લઈ રહ્યા છીએ” આ સાથે રમત બંધ થઈ ગઈ.

આ પણ વાંચો : નાસિકમાં ટ્રક અને બસમાં અથડામણ થતા બસમાં આગ લાગી, 11 લોકો ઘાયલ

વોશિંગ્ટનની સ્થાનિક શાળાઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું

શુક્રવારે (7 ઓક્ટોબર) વોશિંગ્ટનની સ્થાનિક શાળાઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું. મળતા સમાચાર અનુસાર, શાળાઓએ એક નિવેદનમાં કહ્યું, “અમને ખૂબ જ દુઃખ છે કે આજે રાત્રે અમારી ઇવેન્ટની આસપાસના રસ્તાઓ પર હિંસાની ઘટનાને કારણે મેચની મજામાં વિક્ષેપ પડ્યો છે. આ સમયે અમારી પાસે મર્યાદિત માહિતી છે અને જ્યાં સુધી વધુ વિગતો ન મળે થાય ત્યાં સુધી અનુમાન કરી શકતા નથી.

Back to top button