કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં લવ જેહાદનો કિસ્સો : પોલીસવડાને અપાયુ આવેદન

Text To Speech

જામનગરમાં લવ જેહાદના વધતા પ્રમાણ અંગે પગલા લેવા જામનગર એક અગ્રણી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સમાજ સાથે હિન્દુ સંગઠનો સહિતના અગ્રણીઓ દ્વારા ગુરુદ્વારા ચોકડીથી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવી આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ફરિયાદી પરિવારને ન્યાય આપવા માગણી કરવામાં આવી હતી.

 Jamnagar Love Jihad Hum Dekhenge
Jamnagar Love Jihad Hum Dekhenge

બહેનપણીની સગાઈમાં ગયેલી દીકરી ગુમ થઈ ગઈ, તેના લગ્ન નોંધણીની અરજી વાયરલ થઈ

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં હિન્દુ સમાજનો એક પરિવાર છેલ્લા આઠ વર્ષથી રહે છે અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગત તા. 4-10-22ના રોજ ફરિયાદીની મોટી દિકરી તેની બહેનપણીની સગાઇ હોય, ત્યાં જવાનું કહી ઘરેથી નિકળી ગઇ હતી અને સાંજ સુધી પરત ન આવતાં તેનો ફોન પણ બંધ આવતાં તેની તપાસ કરવા જતાં મળી ન હતી ત્યારબાદ તા. 6-10-22ના રોજ જામનગરમાં સોશિયલ મિડીયામાં ફરિયાદીની પુત્રીના ફોટા સાથેનો લગ્ન રજીસ્ટ્રેશન અંગેનો મેસેજ વાયરલ થયો હતો. જેમાં ફરિયાદીની પુત્રીએ દાનિશ નઝીરભાઇ દરજાદા નામના વ્યક્તિ સાથે લગ્ન માટે લગ્ન નોંધણી અધિકારી સમક્ષ અરજી દાખલ કરી હતી.

ધર્માંતરણના ઇરાદે અપહરણ કર્યું, દાગીના – રોકડ પણ લઈ લીધાનો આરોપ

આ આરોપી શખ્સ દ્વારા ફરિયાદીની પુત્રીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી તેનું ધર્માંતરણ કરાવવાના ઇરાદે અપહરણ કર્યું હોય. તેમજ ફરિયાદીની પુત્રીનું અપહરણ કર્યું હોય ત્યારે ફરિયાદીની પુત્રીએ પહેરેલ સોનાની બુટી, ચેઇન સહિતના દાગીના તેમજ રોકડ અને મોબાઇલ ફોન સહિત અંદાજિત રૂા. 40 હજારની કિંમતના મુદ્દામાલ સાથે અપહરણ કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. આથી આ ફરિયાદને આધારે ફરિયાદીની પુત્રીને આરોપીના કબજામાંથી છોડાવી તાત્કાલિક ધોરણે ફરિયાદીને સોંપી આપવા અને આરોપીને સખત સજા કરવા આ આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે. તેમજ આરોપીઓ માથાભારે વ્યક્તિ અને રાજકીય વગ ધરાવતાં હોય, ફરિયાદી પરિવારનું અને તેમની પુત્રીનું જીવનું જોખમ રહેલું હોય, આથી આ અંગે તાત્કાલિક ધોરણે પગલા લઇ આરોપીની ધરપકડ કરવા આ આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો, 11 નેતાઓનો વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ થયો ફાઇનલ

Back to top button