કંગના રનૌતની ફિલ્મ ‘સીતા’માં રામની ભૂમિકા જોવા મળશે PS-1 સ્ટાર વિક્રમ !
કંગના રનૌતના પ્રોજેક્ટ ‘સીતાઃ ધ ઇન્કારનેશન’ની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. પ્રોજેક્ટની જાહેરાતે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને કંગના રનૌતના ચાહકો તેને ભારતીય પૌરાણિક કથાઓના સૌથી લોકપ્રિય સ્ત્રી પાત્રોમાંના એકમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ત્યાર પછી ફિલ્મને લઈને કોઈ મોટા સમાચાર આવ્યા નથી, પરંતુ હવે આ ફિલ્મને લઈને એક મહત્વનાં સમાચાર મળી રહ્યાં છે.
આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો છે ચિરંજીવીની ‘ગોડફાધર’નો જાદુ, બે દિવસમાં 69 કરોડથી વધુની કમાણી
મણિરત્નમની ડ્રામા ફિલ્મ પોન્નિયિન સેલ્વન-1 (PS-1) માં ચોલા યુવરાજ આદિત્ય કરીકલનનું ભજવવા બદલ વિક્રમની ચારેય બાજુથી ખૂબ પ્રશંસા થઈ રહી છે. વિક્રમે ફિલ્મમાં જે શાનદાર રીતે પાત્ર ભજવ્યુ છે તે ખુબ જ પ્રશંસનીય છે, પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ભારતીય સંસ્કૃતિ અને તેના ઈતિહાસ પર તેમની એક સ્પીચ પણ ખૂબ જ વાયરલ થઈ છે. કેટલાક એવા અહેવાલો આવી રહ્યા છે કે વિક્રમ કંગના રનૌતની ફિલ્મ ‘સીતા’માં મર્યાદા પુરુષોત્તમ, પ્રભુ શ્રી રામનું પાત્ર ભજવતા જોવા મળી શકે છે.
It was very knowledge meeting you sir @the_real_chiyaan ????????you are the most humble and energetic personality I have ever met.very very congratulations for #ps1 a great film #PonniyinSelvan1 1 ⚡️???????????????? #filmmaker #director #film #vfx #liveactionfilm #sita #ram #ravan #ramayana pic.twitter.com/Eo37VHDgvH
— AlaukikDesaiOfficial (@alaukikdesai) October 1, 2022
‘સીતાઃ ધ ઇન્કારનેશન’ ડિરેક્ટર વિક્રમને મળ્યા
‘સીતાઃ ધ ઈન્કારનેશન’ના ડિરેક્ટર આલૌકિક દેસાઈએ વિક્રમ સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જ આલૌકિક દેસાઈ પોન્નિયિન સેલ્વન-1 સ્ટાર વિક્રમને મળ્યા હતા અને આ મીટિંગનો ફોટો પણ તેમણે ટ્વિટર પર શેર કર્યો હતો. ફોટોની સાથે તેણે લખ્યું, ‘વિક્રમ સર, તમને મળ્યા બાદ ઘણું જ્ઞાન મળ્યુ. તમે સૌથી નમ્ર અને મહેનતુ વ્યક્તિ છો, અને હું ખૂબ જ ખુશ છું કે તમને અમારી ફિલ્મની વાર્તા અને ખ્યાલ ગમ્યો. તમારા અદ્ભુત આતિથ્ય માટે આભાર અને તમારી શાનદાર ફિલ્મ PS-1 માટે શુભકામનાઓ.’
પોતાના ટ્વીટમાં આલૌકિકે માત્ર મીટિંગ વિશે જ નહીં પરંતુ સ્ક્રિપ્ટ અને નરેશન વિશે પણ વાત કરી હતી. જો વિક્રમ આ રોલ માટે હા પાડે તો ચાહકો માટે સીતાને કંગનાના રૂપમાં અને શ્રી રામને વિક્રમના રૂપમાં જોવાનો અનુભવ રસપ્રદ રહેશે.
‘બાહુબલી’ના લેખક લખી રહ્યા છે ફિલ્મ ‘સીતા’ની વાર્તા
‘સીતાઃ ધ ઈન્કારનેશન’ના દિગ્દર્શક આલૌકિક દેસાઈ છે, તેઓ કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ સાથે મળીને ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ લખી રહ્યા છે. કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ ભારતના ટોચના ફિલ્મ નિર્માતા એસ.એસ રાજામૌલીના પિતા છે અને તેમણે ‘બાહુબલી’ ફ્રેન્ચાઇઝી અને RRR જેવી ફિલ્મો લખી છે. જ્યારે મનોજ મુન્તાશીર આ ફિલ્મના ડાયલોગ્સ લખી રહ્યા છે.