નેશનલ ગેમ્સમાં રોકાયેલ વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા લેવામાં આવશે. જેમાં કામગીરીમાં રોકાયેલા વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા લેવાશે. તેમાં અલગથી પરીક્ષા લેવા શિક્ષણ વિભાગનો આદેશ છે. જેમાં GTUએ સત્તાવાર જાહેરાત કરી છે. તેમાં GTUનાં 200થી વધુ વિદ્યાર્થીઓને કામગીરી સોપાઈ છે.
GTUનાં 200 થી વધુ વિદ્યાર્થીઓને એક યા બીજી રીતે સ્વયં સેવકની જવાબદારી સોંપાઈ
ઉલ્લેખનીય છે કે GTUનાં 200 થી વધુ વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સમાં એક યા બીજી રીતે સ્વયં સેવકની જવાબદારી સોંપાઈ છે. તેવામાં અમદાવાદ શહેરમા આગામી 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો છે. જોકે આ ગેમ્સમાં ભાગ લેનાર સ્વયં સેવક વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા ગોઠવવાનો ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે, નેશનલ ગેમ્સ 12મી ઓક્ટોબર સુધી ચાલશે અને બીજી તરફ જીટીયુની મીડ ટર્મ પરીક્ષા પણ ચાલુ હશે. જેથી આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવી મુશ્કેલ હશે. માટે સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સરકારની સુચના અન્વયે જીટીયુ દ્વારા તમામ કોલેજોને સુચના આપી
જીટીયુ સંલગ્ન વિવિધ કોલેજના વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સમાં જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે. ટેકનિકલ કોલેજના મોટી સંખ્યામા વિદ્યાર્થી સ્વયંક સેવક તરીકે જોડાયા છે. માટે આ વિદ્યાર્થીઓ મીડ ટર્મ પરીક્ષાઓ આપી શકે તેમ નથી. જેથી સરકારની સુચના અન્વયે જીટીયુ દ્વારા તમામ કોલેજોને સુચના આપી છે.