રાજસ્થાનમાં ડીસાના માવજી દેસાઈ સામે છેતરપીંડીની ફરિયાદ, વેપારીઓને મટિરિયલના નાણાં ચૂકવ્યા નહતા
- રાજસ્થાનના ઉદયપુર હિરન મગરી પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
- વેપારીઓને પૈસા માંગતા ભાજપનો રોફ બતાવી વેપારીઓને ધમકાવ્યા
પાલનપુર : ડીસા માર્કેટયાર્ડના ચેરમેન, પૂર્વ બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના નેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ મટીરીયલ આપનારા વેપારીઓને રૂપિયા ન ચૂકવી છેતરપિંડી આચરતા ઉદયપુર ના હિરન મગરી પોલીસ મથકે નોંધાતા બનાસકાંઠામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
રાજસ્થાનમાં ડીસાના માવજી દેસાઈ સામે છેતરપીંડીની ફરિયાદ,વેપારીઓએ રાજસ્થાન સીએમને કરી હતી રજૂઆત#palanpur #Rajasthan #merchant #Blacklist #Gujarat #gujaratgovernment #government #companies #tender #gujaratinews #humdekhengenews pic.twitter.com/ZzqIK1orTH
— Hum Dekhenge News (@humdekhengenews) October 7, 2022
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડ રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવ્યા હતા. જેમાં મટીરીયલ પૂરું પાડનાર વેપારીઓ સાથે કરાર કર્યા હતા. આ મકાનો બની ગયા બાદ એક પણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા નથી.
આ પણ વાંચો : રખડતા ઢોરોએ તો ભારે કરી, સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને નડ્યો અકસ્માત
જે માટે 14 જેટલા વેપારીઓએ તેમના મટીરીયલના નાણાં માટે માવજી દેસાઈ પાસે વારંવાર ઉઘરાણી કરી હતી. પરંતુ તેમને રૂપિયા આપવાના બદલે તેઓ ભાજપના નેતા હોવાનો રોફ બતાવી વેપારીઓને ધમકાવ્યા હતા. આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરમાં હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વેપારીઓએ ફરિયાદ નોંધાવી
રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ પાસેથી માલ સામાન લીધા બાદ નાણાં ન ચુકવતા પોલીસે માવજી દેસાઈ સહિતે સાત લોકો સામે આઇપીસી કલમ 420 406 અને 420 બી મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વેપારીઓએ રાજસ્થાન સીએમને કરી હતી રજૂઆત
રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી માવજી દેસાઈ એન્ડ કંપની સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારીઓએ પોતાના રૂપિયા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે.
હજુ કોઈ અટકાત નહિ
એક મહિના બાદ પણ નથી તો માવજી દેસાઈના એક પણ સાગરીતની અટકાયત કરવામાં આવી, કે નથી તો એક પણ વેપારીને રૂપિયા ચૂકવવામાં આવ્યા. ત્યારે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભાજપના કદાવર નેતાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર છાવરશે કે પછી રસ્તો બતાવશે તે જોવું રહયું
આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો, 11 નેતાઓનો વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ થયો ફાઇનલ