શરદ પૂનમ: ધાર્મિક મહત્વની સાથે જાણો આયુર્વેદિક મહત્વ !
આયુર્વેદાચાર્યમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ છે. રોગોનો નાશ કરનાર અને નવું જીવન આપનાર ઔષધિઓને શરદ પૂર્ણિમાની ચાંદનીમાં રાખવામાં આવે છે. જ્યારે અમૃતથી સ્નાન કર્યા બાદ જડીબુટ્ટીઓમાંથી દવા બનાવવામાં આવે છે, ત્યારે તે તરત જ દર્દીને અસર કરે છે. વેદ અને પુરાણોમાં ચંદ્રને મનની જેમ માનવામાં આવે છે. વાયુ પુરાણમાં ચંદ્રને પાણીનું પરિબળ પણ કહેવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં, ચંદ્રને ઔષધીય એટલે કે દવાઓનો સ્વામી કહેવામાં આવ્યો છે.
શરદપૂનમની રાત્રે ખીર ખાવવાનું મહત્વ
આપણે ત્યાં શરદ પૂનમની રાત્રે ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાનું પણ આગવું મહત્વ છે. કેહવાય છે કે, શરદ પૂનમની ઠંડી ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે. શરીરમાં પિત્તનો સંચય જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવા મહિનામાં થાય છે. શરદ પૂર્ણિમાના સફેદ ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી પિત્ત બહાર આવે છે. પરંતુ આ ખીર અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખ્યા બાદ જ સવારે ખાલી પેટ આ ખીર ખાવાથી તમામ રોગો મટે છે અને શરીર સ્વસ્થ બને છે.આ પણ વાંચો : ક્યારે ઉજવવામાં આવશે કરવા ચોથ? જાણો ચંદ્રોદયનો ચોક્કસ સમય
લોકવાયકા મુજબ, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં મહારસનું સર્જન કરી રહ્યા હતા ત્યારે ચંદ્ર આકાશમાંથી જોઈ રહ્યો હતો અને તેઓ એટલા ભાવુક થઈ ગયા કે તેમણે પોતાની ઠંડકથી પૃથ્વી પર અમૃતનો વરસાદ શરૂ કર્યો હતો તેથી રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
દરેક રાજ્યોમાં શરદ પુનમ અલગ-અલગ રીતે ઉજવાય છે..
ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબા રમે છે. મણિપુરમાં પણ શ્રી કૃષ્ણ ભક્તો રાસ રમે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જેઓ આ પૂર્ણિમા પર મહાલક્ષ્મીની પૂજા કરે છે અને આખી રાત જાગતા રહે છે. તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે ઓડિશામાં શરદ પૂર્ણિમા કુમાર પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.